જર્સીમાં શાહિદ કપૂર ઓપોઝિટ મૃણાલ ઠાકુર

જર્સીમાં શાહિદ કપૂર ઓપોઝિટ મૃણાલ ઠાકુર
એકટર શાહિદ કપૂર તેલૂગુ ફિલ્મ જર્સીની હિન્દી રીમેકમાં નજરે પડવાનો છે. આ ફિલ્મ સ્પોર્ટસ આધારિત છે. શાહિદ કપૂરે આ માટે ક્રિકેટની ટ્રેનિંગ પણ શરૂ કરી દીધી છે. હવે એવા રિપોર્ટ છે કે જર્સી ફિલ્મમાં શાહિદ કપૂર ઓપોઝિટ મૃણાલ ઠાકુર ફાઇનલ થઇ છે. મૃણાલ આ પહેલા રીતિક રોશન સાથે સુપર-30માં અને જોન અબ્રહામ સાથે બાટલાહાઉસ  ફિલ્મમાં હતી. ગૌતમ જેણે જર્સીનું ડાયરેકશન કર્યું હતું તે જ હિન્દી રીમેકનું દિગ્દર્શન સંભાળશે. જર્સીની હિન્દી આવૃતિ 28 ઓગસ્ટ 2020ના રીલિઝ થશે.  આ ફિલ્મ માટે શાહિદ કપૂરની સુપર હિટ ફિલ્મ કબીર સિંહની હીરોઈન કિયારા અડવાણી પણ રેસમાં હતી પણ ડાયરેક્ટર ગૌતમે આખરે નોન ગ્લેમર હિરોઈન મૃણાલ ઠાકુર પર પસંદગી ઉતારી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer