લોકસભામાં પ્રદૂષણ મુદ્દે ચર્ચામાં પક્ષોની એકબીજા ઉપર ખો

લોકસભામાં પ્રદૂષણ મુદ્દે ચર્ચામાં પક્ષોની એકબીજા ઉપર ખો
ભાજપ, કોંગ્રેસ, બીજેડીએ પરાળને જવાબદાર માનવાનો ઈનકાર કર્યો
ક્ષ     ઝખઈ સાંસદે માસ્ક પહેરી ચર્ચા કરી: 100 સાંસદ ગેરહાજર: રાષ્ટ્રપતિ પણ પ્રદૂષણને લઈને ચિંતિત
નવી દિલ્હી, તા. 19 : દિલ્હી-એનસીઆરમાં દર વર્ષે શિયાળાની ઋતુમાં થતા વાયુ પ્રદૂષણના નિવારણને લઈને લોકસભામાં ચર્ચા થઈ હતી. ચર્ચાની શરૂઆત કરતા કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ સરકારને જવાબદાર ઠેરવી હતી. લોકસભામાં ભાજપ, કોંગ્રેસ અને બીજેડીએ પ્રદુષણ માટે પરાળને જવાબદાર માનવાનો ઈનકાર કર્યો હતો. ભાજપ સાંસદ પ્રવેશ વર્માએ દિલ્હીમાં પ્રદૂષણ માટે આપ સરકારને જવાબદાર ઠેરવી હતી. આ ચર્ચામાં ટીએમસી સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે માસ્ક પહેરીને પોતાની વાત રાખી હતી. પ્રદૂષણ જેવા ગંભીર વિષય ઉપર ચર્ચામાં રસ ન હોય તેમ લોકસભાના 543માથી 100 સાંસદ તો ગેરહાજર રહ્યા હતા. લોકસભામાં ચર્ચા દરમિયાન દિલ્હી ભાજપના સાતમાંથી 3 સાંસદ સદનમાં હાજર નહોતા. તેમાં રમેશ બિધૂડી અને હંસરાજ હંસ સામેલ છે. બીજી તરફ રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે પણ દિલ્હીના પ્રદુષણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, આપણે એવી સમસ્યાનો સામનો કરી રહ્યા છે અગાઉ ક્યારેય બની નથી. કેટલાય વૈજ્ઞાનિકો અને ભવિષ્યવક્તાઓએ ડુમ્સ ડેની વાત કરી છે. આ વાત સાચી પડશે તેવી ભીતિ છે.
લોકસભામાં ભાજપ સાંસદ પ્રવેશ વર્માએ દિલ્હીના પ્રદૂષણ માટે આપ સરકારને જવાબદાર ઠેરવતા કહ્યું હતું કે, પ્રદૂષણ 200 દિવસ રહે છે અને પરાળ માત્ર 40-50 દિવસ સળગે છે.
દિલ્હી સરકાર 600 કરોડની એડ કરીને હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશને જવાબદાર ઠેરવી રહી છે. દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, એક સમયે કેજરીવાલ એકલા ખાંસતા હતા અને હવે જનતા ખાંસી રહી છે. આ દરમિયાન વર્માએ શીલા દીક્ષિતના કામેને યાદ કર્યા હતા અને કહ્યું હતું કે, શીલા દીક્ષિતે પોતાના 15 વર્ષમાં જે માર્ગો બનાવ્યા હતા તેનાથી આગળ કોઈ કામ થયું નથી. બીજી તરફ પ્રદૂષણ અંગે ચર્ચામાં ટીએમસી સાંસદ કાકોલી ઘોષે માસ્ક પહેરીને ભાગ લીધો હતો અને કહ્યું હતું કે, દુનિયાના સૌથી વધુ પ્રદૂષિત 10 શહેરોમાં 9 ભારતમાં જ છે. આ મામલો ચિંતાજનક અને શરમજનક છે. કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન રાજ્યસભામાં સરોગેસી બીલ ઉપર ચર્ચામાં સવાલના જવાબ આપી રહ્યા હતા. જો કે બાકી રાજ્યના સાંસદોને પ્રદૂષણ જેવા ગંભીર વિષયની ચર્ચામાં રસ ન હોય તેવું જોવા મળ્યું હતું. ચર્ચા દરમિયાન લોકસભામાં 543માથી 100 સાંસદ હાજર રહ્યા નહોતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer