રાહુલને નીચા જોણું

રાહુલને નીચા જોણું
‘ચોકીદાર ચોર હૈ’ મામલે માફી આપતા સુપ્રીમે કહ્યું, રાહુલ સંભાળીને બોલે
નવી દિલ્હી, તા. 14 : સુપ્રીમ કોર્ટે કોંગ્રેસનેતા રાહુલ ગાંધીની માફી સ્વીકારી લેતાં ગુરુવારે અવહેલનાની અરજી તો રદ કરી નાખી હતી, પરંતુ સાથોસાથ ‘ચોકીદાર ચોર છે’ તેવા પ્રકારની નિવેદનબાજી નહીં કરવાની તાકિદ પણ કરી હતી.
મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગાઇ, જસ્ટિસ સજય કિશન કૌલ અને કે.એમ. જોશેફની ખંડપીકે રાહુલ ગાંધી વિરૂદ્ધ કાર્યવાહી માટે  લંબિત આ મામલા પર 10મી મેના સુનાવણી પુરી કરી હતી.
ગુરુવારે સુનાવણી દરમ્યાન સુપ્રીમે કહ્યું હતું કે, મિસ્ટર રાહુલ ગાંધીને ભવિષ્યમાં સંભાળીને બોલવાની
જરૂર છે.
સર્વોચ્ચ અદાલતે રાહુલને નસિહત આપી હતી કે, ભવિષ્યમાં કોર્ટ સાથે જોહાયેલા કોઇપણ મામલામાં કોઇપણ પ્રકારનું રાજકીય ભાષણ આપવામાં સતર્કતાવર્તે.
ભાજપ સાસંદ મિનાક્ષી લેખીએ રાહુલ ગાંધીના ‘ચોકીદાર ચોર હૈ’ નિવેદનને સુપ્રીમ કોર્ટ સાથે જોડવા પર અદાલતની અવહેલનાની અરજી કરી હતી.
 હકીકતમાં, રાફેલ મામલમાં મોદી સરકાર પર હમુલો કરવા માટે રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટનું નામ લઇને ટિપ્પણી કરી હતી. આખો વિવાદ તેના પર જ હતો.
ભાજપ સાંસદ મિનાક્ષી લેખી વતી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ જણાવ્યું હતું કે, રાહુલની માફીનો અ સ્વીકાર કરીને તેમની સામે જરૂરી કાર્યવાહી થવી જોઇએ.
સુપ્રીમ કોર્ટના માફી આપતા ફેંસલા બાદ વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને નામી વકીલ અભિષેક મનુ સિંઘવીએ અદાલતનો આભાર માન્યો હતો.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer