રંગીલા રાજકોટમાં ભારત રંગાયુ વિજયના રંગે

રંગીલા રાજકોટમાં ભારત રંગાયુ વિજયના રંગે
રાજકોટમાં ભારત-બાંગ્લાદેશ વચ્ચે નિર્ણાયક એવા ટી-20 મુકાબલામાં ભારતના કેપ્ટન રોહિત શર્માએ રનનું ‘મહા’ વાવાઝોડુ ફૂંકતા બાંગ્લાદેશ રીતસરનું ઘુંટણીએ પડી ગયું હતું. શિખર ધવન અને રોહિત શર્માની શાનદાર ઓપનીંગ જોડીએ ભારતને વિજયના દ્વાર પર મુકી આપ્યું હતું. રાજકોટની બેટ્સમેનો માટે સ્વર્ગ ગણાતી પીચ પર ભારતે ટોસ જીતીને પહેલા ફીલ્ડીંગ લેવાનો કરેલો નિર્ણય પણ જીતની ભૂમિકા ભજવી ગયો. એકંદરે વાવાઝોડાના તોફાનની આશંકા રાખીને મેચ જોવા સ્ટેડિયમમાં ગયેલા દર્શકો સમક્ષ ચોગ્ગા-છગ્ગાનું તોફાન થતાં ટિકિટના પૈસા વસુલ થયાની ખુશી શ્રોતાઓના ચહેરા પર જોવા મળી હતી. (નિશુ કાચા)

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer