મેરી કોમને મળ્યું ’ઘકઢ’ સન્માન

મેરી કોમને મળ્યું ’ઘકઢ’ સન્માન
વિશ્વ ઓલિમ્પિયન્સ એસોસિએશનનો મહિલા બોક્સરે માન્યો આભાર
નવી દિલ્હી, તા. 7 : ભારતની સ્ટાર બોક્સર મેરી કોમને વિશ્વ ઓલિમ્પિયન્સ એસોસિએશને ઘકઢથી સન્માનિત કરી છે. જેના માટે મેરી કોમે ઓલિમ્પિયન્સ એસોસિએશનનો આભાર માન્યો હતો. ઘકઢ એવું સન્માન છે જે ઓલિમ્પિકમાં પદક જીતનારા અને સમાજમાં ઓલિમ્પિકનું મુલ્ય વધારવા માટે કામ કરતા વ્યક્તિઓને આપવામાં આવે છે. ઓલિમ્પિકના મૂલ્યોનો અર્થ સન્માન, દોસ્તી અને પરિશ્રમ છે.
મેરી કોમે પોતાના ટ્વીટર હેન્ડલ ઉપર સર્ટિફિકેટ પોસ્ટ કરીને સન્માન બદલ આભાર માન્યો હતો. છ વખતની વર્લ્ડ ચેમ્પિયન મેરી કોમને ગયા મહિને વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સેમી ફાઈનલમાં હારનો સામનો કરવો પડયો હતો અને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. આ મેડલ મેરી કોમનું આઠમું વિશ્વ ચેમ્પિયનશિપ મેડલ હતું. મેરી કોમ છ ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીતી ચુકી છે.
---------
ધવનને બહાર કરી રાહુલ પાસે ઓપનિંગ કરાવો : શ્રીકાંત
 શિખર ધવનની ધીમી રમત ઉપર પૂર્વ ક્રિકેટરે નિશાન તાક્યું
નવી દિલ્હી, તા. 7 : પૂર્વ ક્રિકેટર કૃષ્ણામચારી શ્રીકાંતે શિખર ધવન ઉપર મહત્વનું નિવેદન આપ્યું છે. શ્રીકાંતના કહેવા પ્રમાણે ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ઓપનર શિખર ધવનને ટીમમાંથી બહાર કરવો જોઈએ અને કેએલ રાહુલને ઓપનિંગમાં રમાડવો જોઈએ. શ્રીકાંતે કહ્યું હતું કે, વિશ્વકપ ટીમ મેનેજમેન્ટના ધ્યાનમાં હોય તો શિખરના સ્થાને રાહુલને ઓપનિંગની તક આપવી જોઈએ.
શ્રીકાંતે એક અખબારના આર્ટિકલમાં શિખર ધવનના 42 બોલમાં 41 રનની ધીમી બેટિંગ ઉપર નિશાન તાકતા કહ્યું હતું કે, ટીમ મેનેજમેન્ટે કોમ્બિનેશન ઉપર ધ્યાન આપવું જ પડશે. છેલ્લા અમુક સમયમાં ભારતીય ટીમ પાવરપ્લેમાં આશા પ્રમાણે રન બનાવવામાં નાકામ રહી છે. શિખર ધવનના બેટિંગના દ્રષ્ટિકોણ ઉપર સવાલ ઉઠાવતા શ્રીકાંતે ઉમેર્યું હતું કે, સીનિયર મેમ્બર હોવા છતા પણ ધવન મેદાન ઉપર પોતાની સ્વાભાવિક રમત રમી શકતો નથી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer