કશ્યપ અને પ્રણીત ચીન ઓપનમાંથી બહાર

કશ્યપ અને પ્રણીત ચીન ઓપનમાંથી બહાર
ડેનમાર્કના ખેલાડીઓ સામે મળી હાર : ટૂર્નામેન્ટમાં ભારતનો પડકાર સમાપ્ત
ફુઝોઉ, તા. 7 : ભારતીય બેડમિંટન સ્ટાર પારુપલ્લી કશ્યપ અને બી સાઈ પ્રણીત બન્ને ચાઈના ઓપન પુરૂષ સ્પર્ધાના બીજા દોરમાં બહાર થયા છે. પ્રણીતને ડેનમાર્કના એન્ડર્સ એન્ટોનસેસ સામે 20-22, 22-20, 21-16થી હારનો સામનો કરવો  પડયો હતો. આ અગાઉ કશ્યપ ડેનમાર્કના જ વિક્ટર અક્સેલસેન સામે સીધી ગેમમાં હારીને ટૂર્નામેન્ટમાંથી બહાર થયો હતો.
કશ્યપને સાતમા ક્રમાંકના એક્સેલસેને 43 મિનિટમાં 21-13, 21-19થી હરાવ્યો હતો.  સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને અશ્વિની પોનપ્પાની મિશ્ર યુગલ જોડીની ચીન ઓપનની સફર પણ પૂરી થઈ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer