થાનગઢના મફતિયાપરામાં દારૂના કટીંગ વેળાએ પોલીસ ત્રાટકી: રૂ.873 લાખનો 352 પેટી દારૂ પકડાયો

પોલીસે બે કાર-દારૂની 4224 બોટલ મળી રૂ.28,73,600નો મુદ્દામાલ કબજે કર્યો: ત્રણ બુટલેગરો ફરાર
(ફૂલછાબ ન્યૂઝ)
થાન, તા.7: થાનગઢના મફતિયાપરામાં દારૂના કટીંગ વેળાએ પોલીસે ત્રાટકી બેકાર, ઓરડીમાંથી ઇંગ્લીશ દારૂની 352 પેટી કિંમત રૂ.8,73,600 તેમજ બે કાર કિંમત રૂ.15,00,000 મળી કુલ મુદ્દામાલ રૂ.28,73,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો. દરોડા દરમિયાન  ત્રણ બુટલેગરો નાશી છૂટયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ થાનગઢના મફતિયાપરામાં રહેતા જયરાજ જીલુ જેબલીયાના મકાનની ઓરડીમાં પતરાવાળા ઢાળીયા પાસે જયરાજ જેબલીયા, જેડસુર ખાચર, એક કાર ચાલક દારૂનું કટીંગ કરતા હોવાની બાતમી થાનગઢ પોલીસ સ્ટેશનના પી.આઇ. ડી.એમ. ઢોલ, પી.એસ.આઇ. જી.જી. પરમાર સહિતનાં સ્ટાફને પેટ્રોલીગ દરમિયાન મળતા રાત્રીના સમયે પોલીસે દરોડો પાડી  જયરાજ જેબલીયાની ઢાળીયામાંથી ઇંગ્લીશ દારૂની 1368 બોટલ, વિજય ખાચરની  કારમાંથી  384 બોટલ, મહિન્દ્રા પીકચ ગાડીમાંથી 2472 બોટલ, મળી કુલ શરાબની 352 પેટી (4244 નંગ) કિંમત રૂ.8,73,600 તેમજ બે કાર કિંમત રૂ.15 લાખ મળી કુલ રૂ.28,73,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
દરોડા દરમિયાન જયરાજ જેબલીયા,   વિજય ખાચર, કાર ચાલક મળી ત્રણેય બુટલેગર નાશી છૂટયા હતા. પોલીસે નાશી છૂટનાર ત્રણેય શખસોની શોધખોળ શરૂ કરી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer