સણોસરાની વિધવાને ભરણપોષણ ચૂકવવા જેઠ સહિત 4ને કોર્ટનો હુકમ

(ફૂલછાબ ન્યૂઝ)
જૂનાગઢ, તા.7: માણાવદર તાલુકાનાં સણસરા ગામની એક વિધવાએ વડીલોપાર્જિત મિલકતમાંથી બોગસ દસ્તાવેજ દ્વારા તેમના પતિના નિધન બાદ, હક્ક ગાયબ કરતા તેણીએ પોતાના જેઠ સહિતના સામે ભરણપોષણનો દાવો કરતા અદાલતે દર માસે રૂ.8000 ચૂકવવા આદેશ કર્યો છે.
આ કિસ્સાની વિગત પ્રમાણે સણોસરાના પટેલ નિલેશ મનજીભાઇ ઝાલાવાડિયાના લગ્ન પ્રભાબેન સાથે થયા હતા. તેઓ પાસે વડીલોપાર્જિત ખેતીની જમીન અને બાંટવામાં કાપડની દુકાનો સંયુક્ત રીતે ચાલતી હતી, દરમિયાનમાં 1994માં નિલેશભાઇનું અવસાન થયું હતું.
બાદમાં તેમની અંતિમ કાર્ય પૂર્ણ થયા, વિધવાને તેમના પરિવારે પહેરેલ કપડે કાઢી મૂકી હતી, તેથી પ્રભાબેને પોતાના વકીલ વાલભાઇ બોરીચા મારફત જૂનાગઢ કોર્ટમાં ભરણપોષણનો દાવો માંડયો હતો. તેવામાં સમાધાન કરી વિધવાને તેમના જેઠ સહિતના તેડી આવ્યા હતા અને વિધવાના જેઠ જમનભાઇએ ષડયંત્ર કરી તેણીનાં નામે બોગસ કબૂલાત ઉભી કરી તેમના પિતાની ખોટી સહી કરી હક્ક ઉઠાવી લેવાનું ખોટો દસ્તાવેજ સાસરા પક્ષ વાળાએ ઉભો કરી લીધો હતો. દરમિયાનમાં ભરણપોષણ કેસ જૂનાગઢના પ્રિન્સિ. સિવિલ જજ સુશ્રી બીન્દુગોપી કિષ્ના અવસ્થિએ દલીલો, પુરાવાઓને ધ્યાને લઇ વિધવાનો ખોરાકી દાવો પ્રતિ માસે રૂ.8 હજાર દાવાની તારીખથી મંજૂર કર્યો છે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer