મુખ્યપ્રધાન માટે 191 કરોડનાં ખર્ચે અદ્યતન વિમાન ખરીદાયું

સિવિલ એવિએશનના રિપોર્ટના આધારે 20 વર્ષ બાદ ખરીદી થઇ: રૂપાણી
(ફૂલછાબ ન્યુઝ)
અમદાવાદ, તા.07:ગુજરાતની ભાજપ સરકારે આખરે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને અન્ય મહાનુભાવોના ઉપયોગ માટે રૂા. 191 કરોડના ખર્ચે નવા વિમાનની ખરીદી કરી છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સ્વેન્કી ટુ એન્જિન બોમ્બાર્ડિયર ચેલેન્જર 650 બે અઠવાડિયામાં પહોંચાડવામાં આવશે. નવું વિમાન 12 મુસાફરોને લઇ જવામાં સક્ષમ છે અને તેની ફ્લાઇંગ રેન્જ 7,000 કિલોમીટર જેટલી છે. તે લગભગ 870 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી શક ઁ છે. વિમાન આ મહિનાના ત્રીજા અઠવાડિયામાં પહોંચાડવામાં આવશે. આ પ્લેન દ્વારા ચીન જેટલું લાંબુ અંતર પણ કાપી શકશે.
દરમિયાન રાજ્યસરકાર દ્વારા નવું વિમાન ખરીદવા અંગે મુખ્યપ્રધાન રૂપાણીએ સ્પષ્ટતા આપતા જણાવ્યું હતું કે, રાજ્યસરકારનુ હેલિકોપ્ટર જોખમી હોવાનો સિવિલ એવિએશને સરકારને રિપોર્ટ સોંપ્યો હતો. ગુજરાત સરકારે 20 વર્ષ બાદ નવું એરક્રાફ્ટ ખરીદ્યું છે. નવું વિમાન ખરીદવાની જરૂરિયાત હોવાથી સરકારે નવું એરક્રાફ્ટ ખરીદ્યું છે.  ઉલ્લેખનીય છે કે, હાલ મુખ્યપ્રધાન પાસે બીચક્રાફ્ટ સુપરકિંગ પ્લેન છે.
મહત્વનું છે કે ગુજરાત સરકારે ખરીદેલા બોમ્બાર્ડિયર ચેલેન્જર 650માં વર્લ્ડક્લાસ લેવલની આલિશાન કેબિનની સુવિધા છે. પહેલી નજરે તે ફાઇવસ્ટાર હોટલના મીટીંગરૂમ જેવું લાગે છે. પ્લેનમાં મોટી બારી લગાવાઇ છે, જેનાથી અંદર બેઠેલી દરેક વ્યક્તિ બહારનો નજારો જોઇ શકશે. સફર કરનાર દરેક વ્યક્તિ કમ્ફર્ટેબલ રહી શકે તે રીતે કેબિનને ડિઝાઇન કરાઇ છે. વિમાનમાં હરીફરી શકાય તેટલી સ્પેસ પમ છે. કેબિનને સ્પેશિયલ બનાવવામાં આવી છે. વિમાનનો વોશરૂમ પણ લક્ઝુરિયસ છે. વિમાનમાં કોકપીટમાં તમામ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે. જુનુ બીચક્રાફ્ટ સુપરકિંગ પ્લેન બાંબુ અંતર કાપી શકતું ન હતું લાંબા છતરની મુસાફરી માટે પ્રતિ કલાક 1 લાખ કે તેથી વધુ રૂપિયાના દરે ખાનગી વિમાનની સેવા લેવી પડતી હતી એટલે આ ખર્ચો ટાળવા માટે નવું વિમાન ખરીદવાનો નિર્ણય કરાયો છે તેમજ જૂના વિમાનમાં રિફ્યુલિંગની સમસ્યા પણ હતી જેથી તે લાંબુ અંતર કાપવા માટે અસક્ષમ હતું જ્યારે નવા વિમાનમાં આ સમસ્યા નહિં રહે તેમજ જુના વિમાનમાં બેસવાની ક્ષમતા ચાર-પાંચ લોકોની જ હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer