શીંગદાણા, ઘી અને દૂધનો નમૂનો ‘નાપાસ’: 8 વેપારીને દંડ કરાયો

શીંગદાણા, ઘી અને દૂધનો નમૂનો ‘નાપાસ’: 8 વેપારીને દંડ કરાયો
કુલ રૂ.1.20 લાખની વસૂલાત કરતી ફૂડ-આરોગ્ય શાખા
રાજકોટ તા.16 : મનપાની ફૂડ અને આરોગ્ય શાખા દ્વારા તાજેતરમાં શહેરમાંથી લેવામાં આવેલા શુદ્ધ ઘી, શીંગદાણા અને ભેંસના દૂધના નમુના સબસ્ટાર્ન્ડ હોવાનું લેબોરેટરી પરીક્ષણ બાદ સામે આવ્યું છે.
આરોગ્ય અધિકારી પી.પી.રાઠોડના જણાવ્યાનુસાર યુનિવર્સિટી રોડ પર આવેલા મારૂતિ શાપિંગ સ્ટોર્સમાંથી લેવામાં આવેલા શિગદાણાનો નમૂનો નિયત માત્રા કરતા વધુ ડેમેજ હોવાથી સબસ્ટાન્ડર્ડ જાહેર થયો છે જ્યારે નાના મવા રોડ પર પટેલ ડેરી ફાર્મમાંથી લેવામાં આવેલો શુદ્ધ ઘીના નમૂનામાં વનસ્પતિની હાજરી તથા દોઢસો ફૂટ રીંગ રોડ પર હરિદર્શન સ્કૂલ પાસે આવેલી રવેચી હોટલમાંથી લેવામાં આવેલા ભેસના દૂધના ઘીમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછુ હોવાથી સબસ્ટાર્ન્ડ જાહેર કરાયાં છે.
ફૂડ અને આરોગ્ય શાખા દ્વારા ગત તા.21 ઓગસ્ટના રોજ કુવાડવા રોડ પર આવેલી સાઈ સોના શીંગ, રૈયા રોડ પર અંજલી સ્વીટમાંથી શુભ આનંદ દાણેદાર બરફી, ગાંધીગ્રામમાં ગાત્રાળ દુગ્ધાલયમાંથી પનીર, ઉમિયાજી મસાલા માર્કેટમાં રઘુવિર મરચા (માંડવા)માંથી રેશમ પટ્ટો મરચા પાઉડર, ધોળકિયા સ્કૂલ પાસે આવેલા ગુરુકૃપા સિઝન સ્ટોરમાંથી એવન નમકીન સાયો બોલ, કોઠારિયા રોડ પર ક્રિષ્ના ડેરી ફાર્મમાંથી મીઠો માવો, સાધુ વાસવાણી રોડ પર નવજીવન ડેરી ફાર્મમાંથી પનીર તથા ભગવતીપરા મેઈન રોડ પર આવેલા જય એન્ટરપ્રાઈઝમાંથી લેવામાં આવેલા દિવેલ ઘીનો નમૂનો સબસ્ટાર્ન્ડ જાહેર થતાં તમામ ધંધાર્થીઓને રૂ.1.20 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer