વિજય હજારે ટ્રોફી : યશસ્વી જયસ્વાલની બેવડી સદી

વિજય હજારે ટ્રોફી : યશસ્વી જયસ્વાલની બેવડી સદી
ઝારખંડ સામે ગ્રુપ એના મેચમાં કર્યા દમદાર 203 રન
બેંગલુરૂ, તા. 16 : મુંબઈના યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ બુધવારે પ્રતિષ્ઠિત વિજય હજારે ટ્રોફીમાં બેવડી સદી ફટકારનારો ત્રીજો બેટ્સમેન બન્યો છે. જયસ્વાલે ઝારખંડ સામે વિજય હજારે ટ્રોફીના ગ્રુપ એના મેચમાં 203 રનની દમદાર ઈનિંગ રમી હતી અને કિર્તિમાન સ્થાપિત કર્યો હતો.  વર્તમાન ટૂર્નામેન્ટમાં બેવડી સદી ફટકારનો જયસ્વાલ બીજો બેટ્સમેન  છે.
આ અગાઉ વિકેટકિપર બેટ્સમેન સંજૂ સેમસને કેરળ તરફથી રમતા ગોવા સામે નોટઆઉટ 212 રન કર્યા હતા. જ્યારે જયસ્વાલ લિસ્ટ એ  ક્રિકેટમાં બેવડી સદી ફટકારનારો નવમો બેટ્સમેન બન્યો છે. લિસ્ટ એ વનડે મેચમાં રોહિત શર્માના નામે ત્રણ, વીરેન્દ્ર સહેવાગ અને સચિન તેંડુલકરના નામે એક એક બેવડી સદી છે. વિજય હજારે ટ્રોફીમાં સૌથી પહેલી બેવડી સદી ગયા વર્ષે ઉત્તરાખંડના કર્ણવીર કૌશલે કરી હતી. તેણે સિક્કિમ સામે 202 રન કર્યા હતા.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer