અશ્વિન પાસે હરભજનને પછાડવાનો ખાસ મોકો

અશ્વિન પાસે હરભજનને પછાડવાનો ખાસ મોકો
ત્રીજા ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકી વિકેટ લેવામાં પહોંચી શકે છે ત્રીજા ક્રમાંકે
નવી દિલ્હી, તા.16 : ભારતે દક્ષિણ આફ્રિકા સામે ત્રણ ટેસ્ટ મેચની ફ્રિડમ શ્રેણીમાં 2-0થી અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારતે શ્રેણીમાં જીત સાથે સ્થાનિક મેદાનમાં સૌથી વધુ ટેસ્ટ શ્રેણી જીતવાનો વિક્રમ પણ બનાવ્યો છે. હવે ત્રીજો અને અંતિમ ટેસ્ટ મેચ 19 ઓક્ટોબરથી રાંચીમાં રમાશે. જેમાં રવિચંદ્રન અશ્વિન પાસે દક્ષિણ આફ્રિકાની વિકેટો લેવામાં હરભજનને પાછળ છોડવાનો મોકો છે.
અંદાજીત 10 મહિના બાદ ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવેલા અશ્વિન પાસે અનિલ કુંબલે, જવાગલ શ્રીનાથના એક વિશેષ ક્લબમાં સામેલ થવાની તક છે. વર્તમાન ટેસ્ટ શ્રેણીના પહેલા બે મેચમાં અશ્વિને શાનદાર બોલિંગ કરતા 14 વિકેટ લીધી છે. હવે જો ત્રીજા અને અંતિમ ટેસ્ટ મેચમાં અશ્વિન 9 વિકેટ લેવામા સફળ રહેશે તો હરભજન સિંહને પછાડી શકશે. અશ્વિન દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોની સર્વાધિક વિકેટ લેવાના મામલામાં અનિલ કુંબલે અને જવાગલ શ્રીનાથ પછી ત્રીજા ક્રમાંકે પહોંચી છે. કુંબલેએ 21 મેચમાં 84 વખત દક્ષિણ આફ્રિકી બેટ્સમેનોની વિકેટ  લીધી છે. જ્યારે શ્રીનાથે 13 મેચમા 64 વિકેટ લીધી હતી. તેમજ હરભજને 11 ટેસ્ટ મેચમાં 60 દક્ષિણ આફ્રિકી વિકેટ નામે કરી છે. આ કડીમાં અશ્વિન 9 ટેસ્ટ મેચમાં 52 વિકેટ લઈ ચુક્યો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer