દિશા પટણી પંજાબી શીખી રહી છે

દિશા પટણી પંજાબી શીખી રહી છે
ફિલ્મ ભારતને મળેલી સફળતા બાદ અભિનેત્રી દિશા પટણીએ એકતા કપૂરની આગામી ફિલ્મ સાઇન કરી છે. આ ફિલ્મમાં તે પંજાબી યુવતીની ભૂમિકા ભજવી રહી છે. દિશાની માતૃભાષા હિન્દી છે આથી તે પંજાબી ભાષા શીખી રહી છે. તે રોજના બે કલાક ફાળવીને પંજાબીમાં વાતચીત કઇ રીતે કરાય તેની તાલીમ લઇ રહી છે. દિશાએ કહ્યું કે, આ ફિલ્મ કોમેડી છે અને હું પંજાબના નાના શહેરમાં રહેતી યુવતીની ભૂમિકા ભજવું છું. મારા પાત્રમાં ઓતપ્રોત થવા માટે મારે પંજાબી છોકરીની ભાવભંગિમા અને બોલવાની લઢણ શીખવાની છે. એકતા સાથેની મારી પ્રથમ ફિલ્મ છે અને તે મારા માટે પણ ખાસ છે.આથી હું તેની તૈયારીમાં કશી કચાશ રાખવા માગતી નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer