કાર્તિક, જાન્હવી અને લક્ષ્ય ‘દોસ્તાના -ટુ’ માટે તૈયાર

કાર્તિક, જાન્હવી અને લક્ષ્ય ‘દોસ્તાના -ટુ’ માટે તૈયાર
કરણ જોહર નિર્મિત દોસ્તાના ફિલ્મની 11 વર્ષ બાદ સિકવલ દોસ્તાના-ટુ બનવા જઇ રહી છે. મૂળ ફિલ્મમાં અભિષેક બચ્ચન, જોન અબ્રાહમ અને પ્રિયંકા ચોપરા હતાં. જાયરે સિકવલમાં કાર્તિક આર્યન, જાન્હવી કપૂર અને નવોદિત અભિનેતા લક્ષ્ય હશે. ફિલ્મનું શૂટિંગ આગામી નવેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં શરૂ થશે અને દિગ્દર્શન કોલીન ડી’કુનહા કરશે. દોસ્તાના-ટુના ત્રણે કલાકારો હાલમાં લૂક ટેસ્ટ કરી રહ્યા છે. કાર્તિક અને જાન્હવીને અગાઉ કયારેય ન જોયા હોય એવાં લૂક આપવામાં આવી રહ્યાં છે. ફિલ્મનું પ્રથમ બાવીસ દિવસનું શૂટિંગ શિડયુલ ઉત્તર ભારતના ચંડીગઢ, પટિયાલા તથા બીજાં લોકેશન પર યોજાયું છે. કાર્તિકે ફિલ્મની પટકથા સાથેની તસવીર સોશિયલ મીડિયા પર મૂકીને દોસ્તાના -ટુની તૈયારી શરૂ એવું લખ્યું હતું. જયારે જાન્હવી પણ લક્ષ્ય અને કાર્તિક સાથે કરણની ઓફિસમાં જોવા મળી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer