કરીના કપૂર ખાન અને આમિર ખાન સાથે ફિલ્મની તૈયારી કરે છે

કરીના કપૂર ખાન અને આમિર ખાન સાથે ફિલ્મની તૈયારી કરે છે
હાલમાં અભિનેત્રી કરીના કપૂર ખાન અભિનેતા આમિર ખાનના ઘરે જોવા મળે છે. ના, પાર્ટી કરવા નહીં પરંતુ ફિલ્મની પટકથા વાંચનના ભાગરૂપે કરીના આમિરના ઘરે જાય છે. આમિરની આગામી ફિલ્મ લાલસિંહ ચઢ્ઢામાં કરીના મુખ્ય અભિનેત્રી છે. આ ફિલ્મના દિગ્દર્શક અદ્વૈત ચંદન અને સહનિર્માત્રી આમિરની પત્ની કિરણ રાવ છે. આ ફિલ્મની તૈયારી ભાગરૂપે કરીના રોજ આમિરના ઘરે આવે છે અને તેઓ સાથે મળીને પટકથા વાંચે છે તથા પોતપોતાનાં પાત્રોનું રિહર્સલ કરે છે. આમિર અને કરીના બંને પરફેકશનિસ્ટ કલાકાર છે એટલે તેઓ શૂટિંગ શરૂ કરતા રિહર્સલ કરીને બધું પાકે પાયે કરી લેવામાં માને છે. નોંધનીય છે કે આ બંને કલાકારોએ અગાઉ થ્રી ઇડિયટ્સ અને તલાશ ફિલ્મમાં સાથે અભિનય કર્યો છે. લાલ સિંહ ચઢ્ઢા આમિર માટે મહત્ત્વની ફિલ્મ છે કેમ કે ગત દિવાળીમાં આવેલી તેની ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાન બોક્સ ઓફિસ પર સુપર ફલોપ રહી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer