સુપ્રીમમાં નકશા ફાડવાસુપ્રીમમાં નકશા ફાડવામાં આવ્યા તે પુસ્તક ક્યું ?

સુપ્રીમમાં નકશા ફાડવાસુપ્રીમમાં નકશા ફાડવામાં આવ્યા તે પુસ્તક ક્યું ?
નવી દિલ્હી, તા. 16 : સુપ્રીમ કોર્ટમાં આજે બુધવારે અયોધ્યા મામલામાં અંતિમ સુનાવણી દરમિયાન તીખી દલીલો જોવા મળી હતી. સુનાવણી દરમિયાન હિન્દૂ મહાસભા તરફથી વરિષ્ઠ વકીલ વિકાસ ંિસંહે દલીલ શરૂ કરી તો મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવન સાથે જોરદાર ચડભડ થઈ હતી. કોર્ટની કાર્યવાહી દરમિયાન મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને વિકાસ સિંહ દ્વારા રજૂ કરવામાં આવેલા નકશાને પણ ફાડીને તેને પાંચ ટુકડા કરી નાખ્યા હતા. આ નકશા પૂર્વ આઈપીએસ કિશોર કુણાલના પુસ્તક અયોધ્યા રિવિઝિટેડના હતા. જેમાં મંદિરને લઈને ચોંકાવનારા દાવા થયા છે.
વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે નકશાને પૂર્વ આઈપીએસ કિશોર કુણાલના પુસ્તક અયોધ્યા રિવિઝિટેડમાંથી અદાલતમાં રજૂ કર્યો હતો. આ કિતાબ 2016મા પ્રકાશિત થઈ હતી. જેમાં લખવામાં આવ્યું છે કે અયોધ્યા સ્થિત રામમંદિરને 1528મા મીર બાકીએ નહી પણ 1660મા ઓરંગઝેબના સંબંધી ફિદાઈ ખાને ધ્વસ્ત કર્યું હતું.
કિતાબમાં કહેવામાં આવ્યું  છે કે બાબર એક ઉદાર શાસક હતો અને બાબરી મસ્જિદના નિર્માણમાં તેની કોઈ ભૂમિકા નથી. અયોધ્યામાં માત્ર એક પુરાવો હતો જેનાથી સાબિત થતું હતુંકે મંદિરને બાબરના નિર્દેશ બાદ મીર બાકીએ તોડયું હતું. આ પુરાવો હતા બે શિલાલેખ છે. જો કે પુસ્તકમાં મીર બાકીથી જોડાયેલા પુરાવા ખોટા હોવાનું કહેવામાં આવ્યું છે.
કિશોર કુણાલના પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે એવા પર્યાપ્ત પુરાવા છે જેનાથી સાબિત થાય છે કે વિવાદીત  જગ્યાએ રામમંદિર હતું. બુકાનનના રેકોર્ડસ પ્રમાણે ઓરંગઝેબના શાસનકાળમાં અયોધ્યા, કાશી અને મથુરાના મંદિરો તોડવામાં આવ્યા હતા. વકીલ વિકાસ સિંહે અદાલતમાં પુસ્તકને રેકોર્ડ તરીકે સ્વિકારવાની અપીલ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે કિતાબમાં ત્રણ નકશા છે જ્યાં જન્મસ્થળની સાચી જગ્યા અંકિત છે.

રામમંદિર આસ્થાનો વિષય: સંઘ
નવી દિલ્હી, તા. 16 : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ જણાવ્યું હતું કે અયોધ્યામાં શ્રીરામ મંદિર નિર્માણનો મુદ્દો રાજકીય નથી પરંતુ તે દેશની આસ્થાનો વિષય છે. આરએસએસની અખિલ ભારતીય કાર્યકારી મંડળની ત્રણ દિવસની બેઠક આજે ભુવનેશ્વરમાં શરૂ થયા બાદ સંઘના સહસર કાર્યવાહક ડૉ. મનમોહન વૈદ્યે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રામમંદિરનો મુદ્દો રાજકીય નથી પરંતુ તે દેશની આસ્થાનો વિષય છે. આ બેઠકનું દીપ પ્રગટાવીને સંઘના વડા ડૉ. મોહન ભાગવત અને ભૈયાજી જોશીએ ઉદ્ઘાટન કર્યું હતું. આ બેઠક 18 અૉક્ટોબર સુધી ચાલશે. બીજી તરફ સંઘના વરિષ્ઠ પ્રચારક અને ભાજપના ભૂતપૂર્વ મહાસચિવ સંજય જોશીએ ઉત્તર પ્રદેશના ગાઝીપુર ખાતે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ લોકભાવનાઓને ધ્યાનમાં લઈને ચુકાદો આપશે. આ સમસ્યાનો મધ્યસ્થી દ્વારા ઉકેલ ન આવવા બદલ તેમણે બાબરી એકશન કમિટીને જવાબદાર ગણી હતી. આજે સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી પૂરી થઈ હતી અને નવેમ્બરમાં ચુકાદો આવે એવી સંભાવના છે.
મહંત ધર્મદાસે વ્યક્ત કરી ખુશી
અખિલ ભારતીય હિન્દુ મહાસભાના મહંત ધર્મદાસે સુનાવણી સંપન્ન થવા અંગે ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, સર્વોચ્ચ અદાલતનો ફેંસલો અમારા પક્ષમાં જ આવશે. જ્યારે આજે સુનાવણી પૂરી થતાં રામ જન્મભૂમિ ન્યાસ સાથે જોડાયેલા રામવિલાસ વેદાંતીએ કહ્યું હતું કે, અયોધ્યાની ધરતી ઉપર મસ્જિદ બનવા નહીં દેવાય.
સુપ્રીમનાં ફેંસલાનો આદર થવો જોઈએ: ઈકબાલ અંસારી
અયોધ્યા,તા.16: અયોધ્યા કેસની સુનાવણી આજે સંપન્ન થઈ ગઈ છે અને બાબરી મસ્જિદનાં પક્ષકાર ઈકબાલ અંસારીએ કહ્યું હતું કે, બન્ને પક્ષોએ સુપ્રીમ કોર્ટ હવે જે કંઈપણ ફેંસલો આપે તેનો આદર કરવો જોઈએ. અદાલતમાં મુસ્લિમ પક્ષ તરફથી થયેલી દલીલો ઉપર તેમણે સંતોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, અમનચેન જાળવી રાખવાની જવાબદારી સરકારની બને છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer