FATF દ્વારા બ્લેકલિસ્ટ થતાં બચી ગયું પાક. !

FATF દ્વારા બ્લેકલિસ્ટ થતાં બચી ગયું પાક. !
ચીન, તુર્કી અને મલેશિયાએ ઉગારી લીધું: હવે આવતા વર્ષે થશે ફેંસલો
પેરિસ,તા.16: ફાઈનાન્શીયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ) આગામી વર્ષનાં ફેબ્રુઆરી માસ સુધી પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં જ રાખવાનો ફેંસલો કર્યો હોવાનાં અહેવાલ છે. આમ પાકિસ્તાન ઉપરથી બ્લેકલિસ્ટ થવાનું જોખમ તો ટળી ગયું છે પણ એફએટીએફ દ્વારા તેને આતંકી નાણાભંડોળ અને હવાલા જેવા અપરાધો અટકાવવા માટે અધિક પગલાં અને કાર્યવાહી કરવાનો નિર્દેશ આપી દેવામાં આવ્યો છે.
પાક.ની સમાચાર એજન્સીઓનાં અહેવાલ મુજબ મંગળવારે એએફટીએફની બેઠકમાં પાક. દ્વારા લેવામાં આવેલા પગલાઓની સમીક્ષા કરવામાં આવી હતી. ત્યારબાદ ચાર માસમાં ઈસ્લામાબાદે વધુ કાર્યવાહી કરીને દેખાડવી પડશે તેવી સૂચના આપવામાં આવી હતી.
પાકિસ્તાન તરફથી અત્યાર સુધીમાં યોગ્ય પગલાં ભરવામાં કરવામાં આવેલી દગડાઈથી અસંતુષ્ઠ એએફટીએફે પાક.ને બ્લેકલિસ્ટ સાથે લિન્ક કરી દીધું છે અને હવે ફેબ્રુઆરી 2020માં આ અંગે આખરી નિર્ણય થશે.
પાકિસ્તાનને બ્લેકલિસ્ટ થવાનાં ખતરાથી ઉગારવામાં ચીન, તુર્કી અને મલેશિયા મુખ્ય ભૂમિકામાં રહ્યા છે. આ દેશોએ પાક. તરફથી ભરવામાં આવેલા પગલાની સરાહના કરી હતી. જેને પગલે એફએટીએફ દ્વારા તેને બ્લેકલિસ્ટ કરવાનું ટાળીને વધુ સમય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
 
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer