વિજયા દશમીના વિજય મુહૂર્તમાં શસ્ત્રપૂજન

વિજયા દશમીના વિજય મુહૂર્તમાં શસ્ત્રપૂજન
આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજય પર્વ વિજયા દશમીએ રાજકોટના રાજવી પરિવાર માંધાતાસિંહજી, ટિક્કારાજા જયદીપસિંહજીના પેલેસ રોડ સ્થિત મહેલમાં સમગ્ર ક્ષત્રિય સમાજ દ્વારા પરંપરાગત પહેરવેશ અને સાફા-તિલક સાથે પંડિતજીના વૈદિક અને શાસ્ત્રોક્ત મંત્રોની ઋચાઓની શાખે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ક્ષત્રિયાણીઓએ તલવાર સાથે રેલી યોજી હતી તથા તેમની બાલિકાઓએ સામૈયું કર્યું હતું. જ્યારે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પણ પવિત્ર મંત્રોના ઉચ્ચારણ અને શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે દેવી-દેવતાની આરતી ઉતારી આધુનિક શસ્ત્રોની પૂજા કરી આસુરી શક્તિ પર વિજયની અને લોકોની સુખ-શાંતિની કામના કરી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ તેમના પત્ની અનંજલીબેન સાથે મુખ્યમંત્રી નિવાસસ્થાને પરંપરા પ્રમાણે 250 થી વધુ સુરક્ષાકર્મિઓની ઉપસ્તિથિમાં શત્રપુજન કર્યું હતું.  (નિશુ કાચા)

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer