સાયલામાં જૂની અદાવતના ડખ્ખામાં યુવાન ઉપર ખૂની હુમલો

સુરેન્દ્રનગર, તા.8 : સાયલામાં કરાચી શેરીમાં છત્રીચોક પાસે રહેતા સોહીલ કાસમ જરગેલા નામના મુસ્લિમ યુવાન પર એકાદ વર્ષ પહેલા થયેલી માથાકુટનો ખાર રાખીને હરદેવસિંહ બહાદુરસિંહ ઝાલા, હકી બહાદુરસિહ ઝાલા, વિજયસિંહ ઉર્ફે ગોટીયો બહાદુરસિંહ ઝાલા, શૈલેષ ઉર્ફે બાદશાહ ખુમાનસિહ વાઘેલા, પીન્ટુ કેશુ ઝાલા, હરેન્દ્રસિંહ કેશુ ઝાલા અને કેશુભાઈ ટપુભાઈ ઝાલા સહિતનાએ ઝઘડો કરી લાકડી, પાઈપ, ધારીયુ, છરી સહિતના હથિયારોથી હુમલો કરી નાસી છુટયા હતા. જયારે ગંભીર રીતે ઘવાયેલા સોહીલ જરગેલાને હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે હુમલાખોરો વિરુધ્ધ ખુની હુમલાનો ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer