માથાવડાની લાપતા યુવતી વાડીમાંથી મળી

-જો યુવતીએ સમયસર પરિવારનો સંપર્ક કર્યો ન હોત તો એક યુવક વિરુદ્ધ ગુનો પણ નોંધાત
તળાજા, તા.8: તાલુકાના અલંગ પોલીસ મથક નીચે આવતા માથાવડા ગામની એક યુવતી સવારથી ઘરેથી લાપતા બની હોવાની વાતના પગલે મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. જેને લઈ પોલીસે પશુ ચરાવતા યુવકની પોલીસ મથકે લાવી પૂછપરછ કરી હતી. જોકે યુવતી એ સાંજ થયે પરિવારનો સંપર્ક ન કર્યો હોત તો પોલીસ યુવક વિરુદ્ધ ગુનો નોંધી શકે તેમ હતી.
માથાવડા ગામની ચકચારી અને અલંગ પોલીસને દોડતી કરી મુક્યાની ઘટનાની પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ અલંગ મરીન પોલીસને માથાવડાની યુવતી ઘરેથી લાપતા બની હોવાની જાણ કરવામાં આવી હતી. આ યુવતી ગુમ થયા પાછળ એક કોલેજીયન યુવકનું નામ દેવામાં આવતું હતું.
અલંગ પોલીસે હાથ ધરેલ તપાસમાં યુવકનો સંપર્ક કરતા જ યુવક પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો.  પોલીસની પૂછપરછમાં યુવક પોતે કશું જ જાણતો ન હોવાનું અને પશુ ચરાવતો હોવાનું જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer