ભાદરમાં ડૂબેલા ભીમોરાના યુવાનનો મૃતદેહ મળ્યો

ભાદરમાં ડૂબેલા ભીમોરાના યુવાનનો મૃતદેહ મળ્યો
માણાવદર, તા.8: માણાવદરનાં ગણા ગામ પાસે ભાદર નદીમાં નહાવા પડેલા ભીમોરાના રાજેશ મોહન વાઘેલા (ઉ.35)નો આજે મૃતદેહ મળ્યો હતો. માતાજીનાં મંદિરે ધ્વજા ચડાવવા ગયા પછી ભાદર નદીમાં નહાવા પડયો હતો પરંતુ ઉંડા પાણીમાં ગરક થઈ જતા અને તરતા આવડતું ન હોય ડૂબી ગયો હતો. જૂનાગઢ મનપાના ફાયર બ્રિગેડને જાણ કરાતા કમલેશ પુરોહિત, ઈલ્યાસભાઈ, રવિ ચુડાસમા, કૌશિક પરમાર અને રાજીવ ગોહેલ દોડી ગયા હતા.
ભાદર નદીમાં તરવૈયાઓએ છ કલાકની જહેમત બાદ મૃતદેહ શોધી કાઢયો હતો.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer