લીંબડીનાં રાણાગઢ ગામે ભવાઈ આખ્યાનમાં નજીવી બાબતે બે જૂથ વચ્ચે અથડામણ

વઢવાણ, તા.8: લીંબડી તાલુકાનાં રાણાગઢ ગામે નવમાં નોરતે યોજાયેલા ભવાઇ આખ્યાનમાં નજીવી બાબતે બે જુથ વચ્ચે સામાન્ય બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હતો. બંને પક્ષોના 10 લોકોને સામાન્ય ઇજા થતા ભવાઇના ખેલમાં ભંગ પડયો હતો. પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ મામલો થાડે પાડયો હતો. બંને પક્ષમાં પરષોત્તમ વિક્રમ મેણિયા, પ્રવીણ ભુપત બાવળિયા, અજય શંકર સાકરિયા, મહિપત નારાયણ સાકરિયા, ગુલાબબેન, કિરણ દેવજીભાઈ, આત્મારા સામલિયા, પ્રતાપ રાયમલ, નરેશ દથરથ, બળદેવ નાગજી, રમણ જાગા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. પાણીશીલા પોલીસ મથકના પીએસઆઇ ઝાલાએ ઘટનાસ્થળે દોડી જઈ બંને પક્ષોના પ્રમુખને બોલાવી મામલો થાડે પાડયો હતો.
જ્યારે સાયલા ખાતે નવમા નોરતે ગરબા ચાલુ હતા ત્યારે કેટલાક મુસ્લિમ યુવાનોએ બહેનો પાસેથી પસાર થવા મુદ્દે ઝઘડો થયો હતો. જેમાં મારામારી થતા સ્થળ પરની પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી લોકોને વિખુટા કરી મામલો થાડે પાડયો હતો. આ બનાવમાં દરબાર યુવકો અને મુસ્લિમ યુવાનો વચ્ચે મારામારી થઈ હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer