સાનિયા મિર્ઝાની બહેનના લગ્ન અઝહરુદ્દીનના પુત્ર અસદ સાથે

સાનિયા મિર્ઝાની બહેનના લગ્ન અઝહરુદ્દીનના પુત્ર અસદ સાથે
ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાની ફેશન ડિઝાઇનર બહેન અનમના લગ્ન ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અઝહરુદ્દીનના પુત્ર અસદ સાથે ડિસેમ્બર મહિનામાં છે. અનમે તાજેતરમાં સોશિયલ મીડિયામાં બ્રાઇડ ટુ બીના બેનર સાથે ફોટો મૂકીને આ શુભ સમાચાર આપ્યા હતા. મિર્ઝા સિસ્ટર્સની ફ્રેન્ડ અને ફિલ્મમેકર ફરાહ ખાને આ વાતને પુષ્ટિ આપી હતી. સાનિયાએ કહ્યું હતું કે, તેના લગ્ન ડિસેમ્બર મહિનામાં છે અને તાજેતરમાં જ અમે તેની બેચલરેટ પાર્ટીમાં પેરિસ જઇને આવ્યા છીએ. તે અઝહરુદ્દીનના પુત્ર અસદ સાથે લગ્ન કરવાની છે. આ લગ્નમાં ફિલ્મ અને સ્પોર્ટ્સ ક્ષેત્રની ખ્યાતનામ વ્યક્તિઓ હાજર રહેશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer