પ્રિયંકા અને સુફી ટર્નર વચ્ચે દેરાણી-જેઠાણી કરતાં ફ્રેન્ડ્સ જેવો પ્રેમ

પ્રિયંકા અને સુફી ટર્નર વચ્ચે દેરાણી-જેઠાણી કરતાં ફ્રેન્ડ્સ જેવો પ્રેમ
પ્રિયંકા ચોપરા જોનાસ અને સુફી ટર્નર વચ્ચે દેરાણી જેઠાણી કરતા  ફ્રેન્ડંસ જેવો પ્રેમ છે. જયારે આ બંનેના લગ્ન નક્કી થયા ત્યારે જોનાસ પરિવાર ચિંતામાં હતો. એક વહુ ભારતીય અને બીજી અમેરિકન. આ બંને વચ્ચે કઇ રીતે મનમેળ થશે એની ચિંતા સતાવતી હતા. સુફી પ્રિયંકાના લગ્નમાં આવી હતી અને તે બંને વચ્ચે મૈત્રીભર્યા સંબંધોની શરૂઆત થઇ હતી. જોકે, ભારતીય અને ઇંગ્લિશ બહુને આત્મીય બનતા થોડો સમય જરૂર લાગ્યો હતો. પરંતુ હવે તેમી નિકટતા એટલી વધી ગઇ કે તેમી વચ્ચે બહેનો કરતા અધિક પ્રેમ જોવા મળે છે. આ બંને એકમેકની હાજરીમાં સુરક્ષિત અનુભવે છે. ટૂંક સમયમાં પ્રિયંકા અને સુફી ભારત આવવાના છે. તેમની ભારત મુલાકાત પાછળનું ખરું કારણ તો કોઇને ખબર નથી. પરંતુ જોનાસ બહુની જોડી જામે છે ખરી! 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer