દુશ્મનોના ઈરાદા ફેઈલ કરશે રાફેલ

દુશ્મનોના ઈરાદા ફેઈલ કરશે રાફેલ
રાફેલ પાકિસ્તાની એફ-16 કરતા ખુબ જ શક્તિશાળી

પેરિસ, તા. 8 : રાફેલ વિમાનના ભારતમાં આવ્યા બાદ ભારતીય હવાઈ ક્ષેત્રમાં ભારતની તાકાત અનેકગણી વધી જશે. હવાઈ ક્ષેત્રમાં ભારતનું પ્રભુત્વ થઇ જશે. એમ માનવામાં આવે છે કે, રાફેલથી ભારતને એક નવી પ્રકારની શક્તિ મળી જશે. રાફેલ અનેક લોલેન્ડ જામર, 10 કલાક સુધીની  ડેટા રેકોર્ડિંગ, ઇઝરાયેલી હેલ્મેટવાળા ડિસ્પ્લે, અનેક વિશેષતા ધરાવનાર રડાર વોર્નિંગ રિઝિવર, ઇફ્રારેડ સર્ચ અને ટ્રાકિંગ સિસ્ટમ જેવા ક્ષમતાઓ ધરાવે છે. 27મી ફેબ્રુઆરીના દિવસે ડોક ફાઇટ દરમિયાન ભારતના મિગ બાયસન દ્વારા પાકિસ્તાનના એફ-16 વિમાનને તોડી પાડવામાં આવ્યું હતું. આ જેટ વિમાન પાકિસ્તાને અમેરિકા પાસેથી ખરીદ્યું હતું. જો રાફેલ અને એફ-16ની સરખામણી કરવામાં આવે તો રાફેલ તેના કરતા અનેકગણુ શક્તિશાળી છે. રાફેલના રડાર સિસ્ટમ એફ-16 કરતા ખુબ મજબૂત છે. એફ-16 રડાર સિસ્ટમ 84 કિલોમીટરની હદમાં 20 ટાર્ગેટની ઓળખ કરે છે જ્યારે રાફેલ 100 કિલોમીટરની હદમાં 40 ટાર્ગેટ નક્કી કરે છે. રાફેલ સ્કાલ્પ મિસાઇલો સાથે ઉંડાણ ભરી શકે છે જે આશરે 300 કિલોમીટરના અંતર સુધી લક્ષ્યાંક પર ત્રાટકી શકે છે જ્યારે એફ-16ની વધુમાં વધુ ક્ષમતા 100 કિલોમીટર સુધી ત્રાટકવાની રહેલી છે. રાફેલ વિમાન મળી ગયા બાદ ભારત પાકિસ્તાન ઉપર તથા ચીન ઉપર મજબૂત સ્થિતિ મેળવી લેશે અને સરહદ પાર આતંકવાદી ગતિવિધિ ઉપર ચાંપતી નજર રાખી શકશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer