આર્મી ટ્રેનિંગ પછી ધોની ઘેર પરત: વૈભવી કારમાં દેખાયો

આર્મી ટ્રેનિંગ પછી ધોની ઘેર પરત: વૈભવી કારમાં દેખાયો

ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કપ્તાન અને વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોની બે માસની આર્મી ટ્રેનિંગ બાદ પોતાનાં વતન ઝારખંડમાં રાચી ખાતે પોતાનાં ઘેર પહોંચ્યો હતો. ભલે તે અત્યારે ક્રિકેટનાં મેદાનમાં નથી હોતો પણ પોતાને ફિટ રાખવા માટે લોન ટેનિસ કોર્ટમાં પોતાનો હાથ અજમાવીને પરસેવો વહાવે છે. આટલું જ નહીં તેને પોતાની સવા કરોડ રૂપિયાની વૈભવી મોટરકારમાં પણ જોવામાં આવ્યો હતો. આ કાર એટલે જીપ ગ્રાન્ડ ચેરોકી ટ્રેકહોક. જે દોઢેક માસ પહેલા જ ધોનીનાં મોટરકારનાં બેડાંમાં સામેલ થઈ છે અને તેની કિંમત આશરે 1.12 કરોડ રૂપિયા જેટલી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer