સુપ્રીમમાં પાંચ જજની કાયમી બંધારણીય બેન્ચ ધરાવશે

સુપ્રીમમાં પાંચ જજની કાયમી બંધારણીય બેન્ચ ધરાવશે
1 ઓકટોબરથી સાકાર, 70 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર
નવી દિલ્હી, તા.21: સર્વોચ્ચ અદાલતના 70 વર્ષના ઈતિહાસમાં પહેલી વાર અદાલત પાંચ જજની બનેલી તેની કાયમી બંધારણીય બેન્ચ ધરાવવાનું સપનું સાકાર થવામાં છે. સંકુલ બંધારણીય પ્રશ્નો અંગે ન્યાય આપવા અને કાયદાનું અર્થઘટન કરવા તે આખુ વર્ષ કાર્યરત રહેશે.
દેશના મુખ્ય ન્યાયમૂર્તિ (સીજેઆઈ) સહિત 8ના સંખ્યાબળ સાથે  સર્વોચ્ચ અદાલત 19પ0થી કાર્યરત થઈ હતી, મુકદ્દમાબાજીની ઉત્તરોત્તર વધતી જતી સંખ્યા જોતાં અદાલતનું સંખ્યાબળ વધારવાની તાતી જરૂર હોવાનું સીજેઆઈ રંજન ગોગોઈએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખી જણાવ્યા સાથે સંસદે તાજેતરમાં કરેલા સુધારા સાથે સર્વોચ્ચ અદાલતનું સંખ્યાબળ હવે વધીને 34નું થયું છે. સુધારાને પગલે સીજેઆઈ ગોગોઈને મળેલી છૂટ અનુસંધાને અદાલત તા.1 ઓકટો.થી પાંચ જજની બનેલી કાયમી બંધારણીય બેન્ચ ધરાવતી થશે. અગાઉની રસમ મુજબ આવી બેન્ચ બે જજ ધરાવતી અને જે તે કેસમાં કોઈ મહત્ત્વનો પ્રશ્ન આવી પડે તો 3 જજની બનેલી બેન્ચને સોપાતો. તે સ્થિતિમાં સીજેઆઈ કેસોના પડતરપણાને ધ્યાને લઈ અન્ય મહત્ત્વના કેસો-જે આંશિકપણે સાંભળવામાં આવ્યાના તબક્કે હોય-માં વ્યસ્ત જજને ખલેલ પહોંચાડયા વિના પાંચ જજની બંધારણીય બેન્ચ રચતા આવ્યા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer