ચંદિગઢનાં યુવકનાં નામે બાકી નીકળ્યા 189 મેમો !

ચંદિગઢનાં યુવકનાં નામે બાકી નીકળ્યા 189 મેમો !
ચંદિગઢ, તા.21: હરિયાણાનાં ચંદિગઢમાં 21 વર્ષીય સંજૂને ત્યારે અંધારા આવી ગયા જ્યારે તેને જાણવા મળ્યું કે તેની સામે ટ્રાફિક નિયમભંગનાં 189 મેમો બાકી બોલે છે. આ ચલણ તેને વર્ષ 2017થી 2019 વચ્ચે જારી કરવામાં આવેલા છે.
સંજૂ એક વીમા કંપનીનો કર્મચારી છે અને 26મી જુલાઈએ તેને એક યુ-ટર્ન લેતા પકડવામાં આવેલો. જેમાં તેને 300 રૂપિયા દંડનો મેમો પકડાવી દેવામાં આવેલો. જ્યારે તે આ મેમો લઈને ચંદિગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટ પહોંચ્યો ત્યારે તેને રીતસર ચક્કર આવી જાય તેવી હકીકત જાણવા મળી.
તેનાં નામે ટ્રાફિક નિયમભંગનાં કુલ 189 ચલણ બાકી બોલતા હતાં. સંજૂનાં કહેવા અનુસાર
આ પૈકી એકેયની તેને જાણકારી નથી.
ઉલ્લેખનીય છે કે જો સીસીટીવીમાં ટ્રાફિક નિયમભંગનો મેમો નીકળે તો તેને નોંધાયેલા સરનામે પોસ્ટ મારફત આ મેમો મળવા જોઈતા હતાં. જો કે તેને આવી રીતે કોઈ મેમો મળ્યા નથી.

બસ ચાલકને હેલ્મેટ નહીં પહેરવાનો મેમો મળ્યો !
નોઈડા, તા.21: એક ખાનગી બસનાં માલિકનો દાવો છે કે તેની સામે હેલ્મેટ નહીં પહેરીને બસ ચલાવવાનો મેમો ફાડવામાં આવ્યો છે. નિરંકાર સિંહ નામનાં આ ટ્રાન્સપોર્ટરે કહ્યું હતું કે, 11 સપ્ટેમ્બરે તેની સામે આ ઓનલાઈન મેમો નીકળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ નોઈડામાં એક બાઈક સવાર વ્યક્તિનો સીટબેલ્ટ નહીં બાંધીને કાર ચલાવવાનો મેમો પણ ચકચારી અને ચર્ચાસ્પદ બન્યો હતો.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer