ધર્માનુરાગી સરયુબેન શેઠની પ્રાર્થના સભા યોજાઇ

ધર્માનુરાગી સરયુબેન શેઠની પ્રાર્થના સભા યોજાઇ
રાજકોટના જૈનશ્રેષ્ઠી આગેવાન ચંદ્રકાંતભાઇ શેઠના ધર્મપત્ની ધર્માનુરાગી સરયુબેનનું અવસાન થતા મુની ભગવંતોની ઉપસ્થિતિમાં પ્રાર્થના સભા યોજાઇ હતી. પ્રાર્થના સભામાં કર્ણાટકના ગર્વનર વજુભાઇ વાળા, અંજલીબેન રૂપાણી, ધનસુખભાઇ ભંડેરી, નિતીનભાઇ ભારદ્વાજ, મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, પૂર્વ ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, ગોંડલ સંપ્રદાયના પ્રવીણભાઇ કોઠારી, ઇશ્વરભાઇ દોશી, અજરામર સંપ્રદાયના ભરતભાઇ ડેલીવાળા, રાજકોટના પ્રતાપભાઇ વોરા, ડોલરભાઇ કોઠારી, ઉપેનભાઇ મોદી, કમલેશભાઇ શાહ, દાઉદી  વ્હોરા સમાજના અગ્રણી, સામાજિક, રાજકીય અગ્રણીઓ વગેરેએ ઉપસ્થિત રહી શ્રધ્ધાંજલિ પાઠવી હતી. શ્રી સુશાંત મુની મહારાજ, ડુંગર દરબારના મહાસતીજીઓ વગેરેએ ધર્મસંદેશ પાઠવતાં શ્રી નમ્ર મુની મહારાજના સંદેશાનું વાંચન કર્યુ હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer