અક્ષર માર્ગ પરની હોટલો સહિત શહેરમાં મોટાપાયે પ્લાસ્ટિક જપ્ત

અક્ષર માર્ગ પરની હોટલો સહિત શહેરમાં મોટાપાયે પ્લાસ્ટિક જપ્ત
તાજ રેસ્ટોરન્ટ-હાઉસ ઓફ ઝીરો, ફ્રન્ચી રિપબ્લીક-સોનલ પંજાબીમાં મ્યુનિ.તંત્ર ત્રાટક્યું : 5593 નંગ પ્લાસ્ટિકની વસ્તુઓ કબજે કરાઈ
રાજકોટ તા.20 : મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે શહેરને તમામ પ્રકારના પ્લાસ્ટીકથી મુક્ત કરવા માટે મનપાના દરેક વિભાગના અધિકારીઓની ટીમ બનાવીને દરોડા શરૂ કરાવ્યાં છે ત્યારે આજે અક્ષર માર્ગની નામી હોટલો સહિત શહેરના જુદા-જુદા વિસ્તારમાં આવેલી દુકાનો, શોરૂમ, હોકર્સ ઝોન સહિતની શાકમાર્કેટોમાંથી 16253 નંગ ડીસપોઝેબલ વસ્તુઓ અને 193 કિલો જેટલા ઝબલા જપ્ત કરાયાં હતાં.
કોર્પોરેશનના અધિકારીઓની ટીમે અક્ષર માર્ગ પર તાજ રેસ્ટોરેન્ટ એન્ડ કાફેમાંથી 2108 નંગ ડીસ, સ્ટ્રો, ચમચી, ગ્લાસ ઝબલા, હાઉસ ઓફ સાઇઝ ઝીરોમાંથી 2045, ક્રન્ચી રીપબ્લીક રેસ્ટોરન્ટમાંથી 870 અને સોનલ પંજાબી પાર્સલમાંથી 510 નંગ પ્લાસ્ટીક જપ્ત કર્યુ છે. આ ઉપરાંત એસ્ટેટ વિભાગે શહેરના રૈયા રોડ, મવડી, ચંદ્રેશનગર, પુષ્કરધામ, કુવાડવા રોડ, સંતકબીર રોડ, મોરબી રોડ, માલવીયા કોલેજ રોડ, શાકમાર્કેટ અને હોકર્સ ઝોનમાંથી 118 કિલો પ્લાસ્ટીક પકડયું હતું. પૂરા શહેરમાંથી આજે 193 કિલો ઝબલા જપ્ત કરવામાં આવ્યા છે.  ન્યુ રાજકોટમાં સિંગલ યુઝ પ્લાસ્ટીકનો વપરાશ કરતાં 28 આસામીઓ પાસેથી કુલ 13 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક કેરી બેગ 2500 નંગ પ્લાસ્ટીકના ગ્લાસ, 700 નંગ ડીસ, 200 નંગ બાઉલ, 200 નંગ નાની વાટકી, 250 નંગ પ્લાસ્ટીકની સ્ટ્રો, 1500 નંગ પ્લાસ્ટીકની ચમચી જપ્ત કરાઈ હતી. જૂના રાજકોટમાં 31 આસામીઓ પાસેથી કુલ 7.5 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક કેરી બેગ 700 નંગ ગ્લાસ, 50 નંગ ડીસ, 100 નંગની ચમચી જપ્ત કરાઈહતી જ્યારે મધ્ય રાજકોટમાં 22 આસામીઓ પાસેથી કુલ 55 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક કેરી બેગ જપ્ત કરેલ તેમજ 4500 નંગ પ્લાસ્ટીકના ગ્લાસ જપ્ત કરાઈ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer