ખાંભાના મુંજિયાસરમાં વૃખાંભાના મુંજિયાસરમાં વૃદ્ધાને ફાડી ખાતો દીપડો

વન વિભાગે ત્વરિત કાર્યવાહી કરતાં અંતે પાંજરામાં પુરાયો

ખાંભા. તા. 20: ખાંભા તાલુકાના મૂંજીયાસર ગામે આજે વહેલી સવારે વૃદ્ધા બાથરૂમ કરી આવતા હોય ત્યારે અચાનક એક દીપડા એ હુમલો કરી અને વૃદ્ધાને દીપડો એક કિલોમીટર ઢસડી ફાડી ખાધા હતા.
આજે ખાંભા તાલુકાના મુંજીયાસર ગામમાં વહેલી સવારે 5:30 કલાકે નનુબેન રામભાઈ પરમાર (ઉ.70) નામના વૃદ્ધા બાથરૂમ કરવા ગયા ત્યારે અચાનક દીપડો આવી ચડી અને વૃદ્ધા પર હુમલો કરી અને વૃદ્ધાને ઢસડીને એક કિલોમીટર વાડીમાં જુવારના પાકમાં ફાડી ખાધા હતા ત્યારે વૃદ્ધાના પરિવાર દ્વારા વૃદ્ધાની શોધખોળ હાથ ધરતા એક વાડીમાંથી જુવારના પાકમાંથી વૃદ્ધાની ડેડબોડી મળી  હતી. બાદ વૃદ્ધાને પી એમ અર્થ ખાંભા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બાદ ખાંભા વન વિભાગના આરએફઓ પરિમલ પટેલ તેમજ ફોરેસ્ટર જુનેજા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી માનવ ભક્ષી દીપડાને પકડવા કાર્યવાહી હાથ ધરી હતી અને બે પાંજરા દીપડાને પકડવા મુક્યા હતા અને વન વિભાગની ત્વરીત કામગીરીના કારણે આ માનવભક્ષી દીપડો 4 કલાકે પાંજરે પુરાઈ ગયો હતો અને મુંજીયાસર ગામલોકોએ હાશકારો અનુભવ્યો હતો.     

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer