અમેરિકામાં મોદી વિરૂધ્ધ અભિયાન માટે મસ્જિદોનો ઉપયોગ કરતું પાક

અમેરિકામાં મોદી વિરૂધ્ધ અભિયાન માટે મસ્જિદોનો ઉપયોગ કરતું પાક
વોશિંગ્ટન, તા.20: અમેરિકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘હાઉડી મોદી’ કાર્યક્રમની પહેલાં ભારત અને પાકિસ્તાનના પ્રવાસી નાગરિકો વચ્ચે જંગ ખેલાઇ ગયો છે. અમેરિકામાં રહેવાવાળા ભારતીઓએ આ આયોજનની પહેલાં પાકિસ્તાનીઓ ઉપર કુપ્રચાર ચલાવવાનો  આરોપ લગાવ્યો છે.
ભારત સમર્થક કર્મશીલોનું કહેવું છે કે, સેંકડોની સંખ્યામાં મસ્જિદો અને ઇસ્લામિક સેન્ટરોમાં લોકો પહોંચ્યા છે અને આ કાર્યક્રમના વિરોધની યોજના બનાવાઇ રહી છે. વડાપ્રધાન મોદી આ કાર્યક્રમમાં ભાગ લેવા શુક્રવારે અમેરિકા જવા રવાના થશે. ખાસ કરીને આવા વિરોધ માટે મસ્જિદોને કેન્દ્ર તરીકે પસંદ કરવા સામે પ્રશ્નો ઉભાં થઇ રહ્યાં છે. મોદીની આ રેલીના સમર્થકોએ હ્યુસ્ટન પોલીસ, એફબીઆઇ, યુએસ સિક્રેટ સર્વિસ અને ઇમિગ્રેશન ઓથોરિટીઓને ટેગ કરીને આ અંગે ફરિયાદ કરી છે. આ કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે મંચ ઉપર સહભાગી થશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer