રિશી કપૂર આરામના મૂડમાં

કૅન્સરની સારવાર કરાવીને તાજેતરમાં ભારત પરત ફરેલા અભિનેતા રિશી કપૂરને પોતાની ફિલ્મમાં લેવા ફિલ્મમેકરોએ લાઇન લગાવી છે. પરંતુ કલાકાર હજુ સુધી પોતાની યોજના વિશે કોઇને કશું જણાવ્યું નથી. તે આરામના મૂડમાં લાગે છે. લાંબા સમય સુધી વિદેશમાં રહ્યા બાદ સ્વદેશ આવેલા રિશીને પોતાના પરિવારજનો સાથે સમય પસાર કરવો છે. તેને કામ કરવાની ઉતાવળ નથી. તેણે કામ કરવાની શરૂઆત કરી દીધી છે તે સમાચાર અફવા છે. નોંધનીય છે કે રિશી વિદેશ ગયો તે અગાઉ તેની ફિલ્મ રાજમા ચાવલને મિશ્ર પ્રતિસાદ સાપડયો હતો અને છેલ્લે તેણે ફિલ્મ જુઠા કહીં કાનું શૂટિંગ કર્યું હતું. તેની ગેરહાજરીમાં  જુઠા કહી કા રજૂ થઈ હતી અને ફલોપ ગઈ હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer