માત્ર 1500 વેતન ધરાવતી બબીતા બની કરોડપતિ

માત્ર 1500 વેતન ધરાવતી બબીતા બની કરોડપતિ
 કૌન બનેગા કરોડપતિમાં મૂંજવણના કારણે સાત કરોડ રૂપિયા માટેનો સવાલ છોડ્યો
 
નવી દિલ્હી, તા. 20 : કૌન બનેગા કરોડપતિમાં ગુરુવારે મહારાષ્ટ્રની બબીતા તાડે કે જેનો પગાર 1500 રૂપિયા પ્રતિમાસ છે તેણે એક કરોડ રૂપિયા જીત્યા હતા. આ સાથે મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના શોમાં બબીતા તાડે બીજી કરોડપતિ સ્પર્ધક બની હતી. બબીતાએ એક કરોડ રૂપિયાના સવાલ માટે એક્સપર્ટની સલાહ લીધી હતી. બબીતા સાત કરોડ રૂપિયાના સવાલ અંગે મૂંજવણમાં હતી અને ગેમ છોડવાનો નિર્ણય કર્યો હતો. જો કે બબીતાને સાત કરોડ રૂપિયા માટેના સવાલનો જવાબ ખબર હતો. 
આ અગાઉ બબીતાએ કહ્યું હતું કે, તે મહારાષ્ટ્રની અમરાવતી શાળામાં મિડ ડે મિલ બનાવે છે. આ કામ માટે મહેનતાણા રૂપે 1500 રૂપિયા મળે છે. બબીતા દરરોજ 450 બાળકો માટે ભોજન બનાવે છે. અમિતાભે બબીતાને એક કરોડ રૂપિયા માટેનો સવાલ પૂછ્યો હતો કે મુગલ શાસક બહાદુર શાહ ઝફરના ક્યા દરબારી કવીએ દાસ્તન-એ-ગદર લદી હતી. જેમાં 1857ના વિપ્લવના અંગત અનુભવો વર્ણવ્યા હતા. આ સવાલ માટે બબીતાએ એક્સપર્ટ સલાહ લીધી હતી અને સલાહ મુજબ જહીર દેહલવીના નામ ઉપર મ્હોર મારી હતી. જેના કારણે બબીતા 1 કરોડ રૂપિયા જીતવામાં સફળ રહી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer