રોહિત, ધોનીના કારણે કોહલી સફળ કેપ્ટન : ગંભીર

રોહિત, ધોનીના કારણે કોહલી સફળ કેપ્ટન : ગંભીર
ધોની અને રોહિતને પોતાની આવડત ઈંઙકમાં સાબિત કરી છે પણ કોહલીએ નહી
નવી દિલ્હી, તા. 20 : ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ટીમ  ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનો રેકોર્ડ સતત શાનદાર રહ્યો છે. પૂર્વ ક્રિકેટર અને હવે સાંસદ બનેલા ગૌતમ ગંભીરએ મોટુ કારણ બે ખેલાડીઓ ગણાવ્યો છે. ગંભીરના મુજબ વિરાટ કોહલી પાસે ટીમમાં રોહિત શર્મા અને એમએસ ધોનીના રૂપમાં બે કેપ્ટન છે. જેની મદદથી કોહલીને નેતૃત્વમાં મદદ મળી છે.
એમએસ ધોની ભારતનો સફળ કેપ્ટન છે. જેણે ભારતને બે વખત વિશ્વ ચેમ્પિયન બનાવ્યું છે. જ્યારે રોહિત શર્મા આઈપીએલ ફ્રેન્ચાઈઝીમાં સફળ કેપ્ટનમાંથી એક છે. રોહિતને પોતાના નેતૃત્વમાં મુંબઈને સૌથી વધુ 4 વખત ખિતાબ અપાવ્યું છે. ગંભીરે કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટ કોહલી શાનદાર કેપ્ટનશિપ કરે છે કારણ કે તેની પાસે રોહિત શર્મા છે અને લાંબા સમયથી કોહલીને એમએસ ધોનીનું માર્ગદર્શન મળતું રહ્યું છે. ગૌતમ ગંભીરના કહેવા પ્રમાણે કોઈપણ કેપ્ટન માટે નેતૃત્વની પરિક્ષા ત્યારે થાય છે જ્યારે પ્રતિભાશાળી ખેલાડીઓ હાજર નથી હોતા. આ દ્રષ્ટિમાં કોહલીનું આઈપીએલમાં પ્રદર્શન નોંધવા જેવું છે. ગંભીરે કહ્યું હતું કે, જ્યારે પણ મને વાત રાખવા કહેવામાં આવ્યું છે ત્યારે ઈમાનદારીથી મંતવ્ય રજૂ કર્યું છે. રોહિતે મુંબઈની ટીમ માટે સફળતા મેળવી છે. ધોનીએ સીએસકે માટે સફળતા મેળવી છે. જ્યારે આરસીબીની આ બન્ને ટીમો સાથે સરખામણી કરવામાં આવે તો કહી શકાય કે પરિણામ કેવું રહ્યું છે. ગંભીરે રોહિત શર્માને ટેસ્ટમાં ઓપનિંગની તક આપવાના નિર્ણયનું પણ સમર્થન કર્યું હતું. ગંભીરે કહ્યું હતું કે, કેએલ રાહુલને લાંબા સમય સુધી તક મળી પણ હવે રોહિત શર્માને ટેસ્ટની શરૂઆતનો મોકો મળવો જોઈએ.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer