BCCIએ રવિ શાસ્ત્રીને મહાન ગણાવતા લોકો ઉશ્કેરાયા

BCCIએ રવિ શાસ્ત્રીને મહાન ગણાવતા લોકો ઉશ્કેરાયા
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ શુક્રવારે મહાન ખેલાડી રાહુલ દ્રવિડ અને ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીની એકસાથે તસવીર ટ્વીટ કરી હતી. જેમાં કેપ્શન અપાયું હતું કે, ભારતીય ક્રિકેટના બે દિગ્ગજ વચ્ચે મુલાકાત. આ કેપ્શન અંગે ટ્રોર્લ્સએ રવિ શાસ્ત્રી ઉપર નિશાન તાકવાની શરૂઆત કરી હતી. જ્યારે દ્રવિડના ચાહકો ઉશ્કેરાયા હતા અને પોતાના અલગ અલગ વિચારો રજૂ કર્યા હતા. કોઈએ કહ્યું હતું કે, તસવીરમાં દિગ્ગજ એકમાત્ર છે અને તે દ્રવિડ છે. બન્ને વચ્ચે કોઈ સરખામણી થઈ શકે તેમ નથી. જ્યારે અમુકે ક્રિકેટને રાહુલ દ્રવિડની સેવાની જરૂર હોવાનું કહ્યું હતું. એનસીએ પ્રમુખ અને ભારતના પૂર્વ ટેસ્ટ કેપ્ટન રાહુલ દ્રવિડે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારતીય ટીમના ખેલાડીઓ સાથે સમય વિતાવ્યો હતો. મોહાલીમાં રમાયેલા બીજા ટી20 મેચ બાદ ટીમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પહોંચ્યા હતા અને મેચ અગાઉ કોચ રવિશાસ્ત્રીના માર્ગદર્શનમાં અભ્યાસ પણ કર્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer