મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ સામે રૂ. ત્રણ લાખની લાંચ માગ્યાની ફરિયાદ

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ સામે રૂ. ત્રણ લાખની લાંચ માગ્યાની ફરિયાદ
જમીન બીનખેતી કરી દેવાના બદલામાં એક ચો.મી.ના  રૂ. 15 લેખે રૂ.2.92 લાખ ગણી ત્રણ લાખ માગ્યાં

રાજકોટ/મોરબી, તા. 20: મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોર પ્રેમજીભાઇ ચીખલિયા સામે રૂ. ત્રણ લાખની લાંચની માગણી કર્યાના આરોપસરનો ગુનો નોંધાયો છે.
આ અંગે રાજકોટ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના મદદનીશ નિયામક એચ.પી.દોશીના માર્ગદર્શન હેઠળ પીઆઇ એચ.એસ. આચાર્યે ફરિયાદ નોંધાવી હતી. જેમાં વાંકાનેર તાલુકાના મકતાનપર ગામના સર્વે નં. 40ની ખેતીની કુલ 29452 ચો.મી. પૈકીની 19526 ચો.મી. જમીનમાંથી પથ્થર કાઢવા માટે ખેડૂતે  જમીન બીનખેતી કરાવવા માટે મોરબી જિલ્લા પંચાયત કચેરીમાં અરજી કરી હતી. આ જમીન બીનખેતી કરી આપવાના બદલામાં સવા બે વર્ષ પહેલા તા. 6-4-17 ના રોજ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના પૂર્વ અધ્યક્ષ અને હાલના પ્રમુખ કિશોર પ્રેમજીભાઇ ચીખલિયાએ  પદાધિકારી તરીકેના હોદ્દા અને સત્તાનો દુરુપયોગ કરીને અંગત લાભ માટે  એક ચો.મી.ના રૂ. 15 લેખે રૂ. 2.92 લાખનો હિસાબ ગણ લમસમ રૂ. ત્રણ લાખની માગણી કરી હતી. આ અંગે ખેડૂત સાથે ટેલિફોનિક વાતચીત કરીને લાંચની રકમ મેળવવા પ્રયત્ન  કર્યો હતો. આ રીતે હાલ પ્રમુખ કિશોર ચીખલિયાએ રૂ. ત્રણ લાખની લાંચની માગણી કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer