વર્લ્ડ બોક્સિંગની ફાઈનલમાં પહોંચનારો પંઘલ પ્રથમ ભારતીય

વર્લ્ડ બોક્સિંગની ફાઈનલમાં પહોંચનારો પંઘલ પ્રથમ ભારતીય
સેમિફાઈનલમાં કઝાખસ્તાનના બોકસરને હાર આપી : આજે અંતિમ જંગ
ઈકારેહિનબર્ગ, તા. 20 (પીટીઆઈ) : વર્લ્ડ મેન્સ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સેમિફાઈનલમાં કઝાખસ્તાનના સાકેન બિબોતિનોવને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કરનારો અમિત પંઘલ પ્રથમ ભારતીય બન્યો હતો.
એશિયન ચેમ્પિયન અને બીજા ક્રમાંકિત પંઘલે અંતિમ ચારના રાઉન્ડમાં સાકેન પર 3-2થી જીત મેળવી હતી. શનિવારે ફાઈનલમાં તે ઉઝબેકિસ્તાનના શખોબિદીન ઝોઈસેવ સામે ટકરાશે. 2017ની એશિયન ચેમ્પિયનશિપમાં 49 કિલોગ્રામમાં કાંસ્યચંદ્રક સાથે પંઘલની સફળતાની સફર શરૂ થઈ હતી. 2018માં તે એશિયન ગેમ્સનો ચેમ્પિયન બન્યો હતો. આ વર્ષે પણ પંઘલે એશિયન ચેમ્પિયનશિપમાં 52 કિ.ગ્રા. કેટેગરીમાં ગોલ્ડ મેડલ કબજે કર્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer