મોહર્રમનું માતમ, હેરતઅંગેજ કરતબો

મોહર્રમનું માતમ, હેરતઅંગેજ કરતબો
કરબલાના શહીદોની યાદમાં મુસ્લીમ સમાજ દ્વારા મોહર્રમ પર્વે માતમ મનાવવામા ંઆવ્યું હતું. આ વર્ષે શહેરના વિવિધ વિસ્તારોમાંથી નાના-મોટા મળી એક સોથી વધુ તાજિયા જુલૂસ રૂપે ફર્યા હતા. ત્યારબાદ તાજિયા ટાઢા થયા હતા. આશુરા પર્વે હિન્દુ-મુસ્લીમ કોમી એકતાના દર્શન થયા હતા. તાજિયા સાથે મુસ્લિમ બિરાદરોએ હેરતઅંગેજ અંગકસરતના દાવો રજુ કર્યા હતા. આ તકે અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ પ્રસંગે તાજિયા સાથે તિરંગો મુકી દેશ ભક્તિ પણ ઉજાગર કરાઈ હતી. (નિશુ કાચા)

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer