પાટડીના બજાણા પાસે પોલીસની જીપને કારની ટક્કર મારનાર રાજસ્થાની બુટલેગર પકડાયો

પાટડીના બજાણા પાસે પોલીસની જીપને કારની ટક્કર મારનાર રાજસ્થાની બુટલેગર પકડાયો
પીએસઆઇ સહિત ચાર પોલીસ કર્મચારી અને બુટલેગર ઘવાયા: કારમાંથી દારૂ મળ્યો
વઢવાણ, તા. 10: પાટડીના બજાણા ગામ પાસે પોલીસની જીપને ટક્કર મારનાર  રાજસ્થાની બુટલેગર પકડાયો હતો. આ ઘટનામાં પીએસઆઇ સહિત ચાર પોલીસ કર્મચારી અને બુટલેગરને ઇજા થઇ હતી.
દારૂ ભરેલી કાર નિકળવાની હોવાની ચોકકસ બાતમીના આધારે બજાણાના પીએસઆઇ ડી.બી.ઝાલા અને તેના સ્ટાફે બજાણા ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી. પોલીસે એ કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કાર ચાલક માલવણ તરફ પુરઝડપે ભાગ્યો હતો. આથી માલવણના રસ્તા પર આડશ મૂકીને કારને રોકવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ કાર ચાલકે કાર પાછી વાળીને બજાણા તરફ  ભાગ્યો હતો. આ સમયે બજાણા પોલીસની જીપ સામે આવતા દારૂ સાથેની કાર પોલીસની જીપ સાથે અથડાવવામાં આવી હતી. આ બનાવમાં પીએસઆઇ ડી.બી.ઝાલા અને તેના સ્ટાફના ગોવિંદભાઇ, દિગ્વિજયસિંહ અને કિરીટભાઇને ઇજા થઇ હતી. સામાપક્ષે રાજસ્થાની બુટલેગર શંકરલાલ નારાયણજી જોષીને ઇજા થઇ હતી. આમ છતાં તે કારને મૂકીને ભાગ્યો હતો. તેને ઝડપી લેવાયો હતો. કાર અને દારૂ મળી કુલ રૂ. 6.63 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer