જામનગરમાં ડેન્ગ્યુ વકર્યો : 3 દિવસમાં 40થી વધુ દરદી હોસ્પિટલમાં પથારી ખૂટે તેવી સ્થિતિ

જામનગર, તા.10: જામનગરમાં ડેન્ગ્યુનો રોગચાળો વકર્યો છે. છેલ્લા 10 દિવસ દરમિયાન ડેન્ગ્યુના દરદીઓનો આંકડો ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં 100 સુધી પહોંચી ગયો છે. ગત શુક્રવાર સુધીમાં ડેન્ગ્યુના પાંચ દિવસમાં 64 કેસો નોંધાયા હતા અને તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે તે દરમિયાન શનિ-રવિના બે દિવસોમાં 18 દરદીઓના ડેન્ગ્યુના રીપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. સોમવારે દાખલ દરદીઓમાંથી 64 શંકાસ્પદ દરદીઓના લોહીના નમૂનાઓ એકત્ર કરીને પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યા હતા તેમાંથી 21 દરદીઓના ડેન્ગ્યુના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તમામને તાકિદની સારવાર અપાઈ રહી છે. જામનગરમાં રોગચાળો વકર્યો હોવાથી હોસ્પિટલમાં પથારીઓ ખૂટી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આરોગ્ય તંત્રની દોડધામ વધી ગઈ છે. સ્વચ્છતા અને મચ્છરજન્ય રોગચાળા સામે સાવચેતી જરૂરી બની છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer