સુરતના વલ્લભદાસ સ્વામીએ દ્વારકામાં શિશ ઝૂકાવી માફી માગી

હરિભક્ત તેમજ કૃષ્ણ ભક્તનાં હૃદયની લાગણી દુભાઇ હોય તો તેમની પણ ક્ષમાયાચના માગી
દ્વારકા, તા.10: સુરતના સ્વામિનારાયણ સંપ્રદાયના વલ્લભદાસ સ્વામીએ ભગવાન શ્રીકૃષ્ણ વિશે કથિત ટિપ્પણીના વ્યાપક વિરોધ બાદ આજે ભગવાન દ્વારકાધીશને શિશ ઝૂકાવી માફી માગી હતી.
સુરત ખાતે ભાગવત સપ્તાહના પ્રસંગના વર્ણનમાં ભગવાન શ્રીકૃષ્ણ વિશે ગેરવ્યાજબી ટિપ્પણી કર્યાની કલીપ વાઇરલ બન્યા બાદ રાજ્યભરમાં ઠેર ઠેર તેનો વ્યાપક વિરોધ થયો હતો. જેના અનુસંધાને આજરોજ સ્વામી વલ્લભદાસે ભગવાન  શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકા પધારી ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં શિશ  ઝૂકાવી જાણે-અજાણે કોઇ ભૂલ થઇ  હોય તો તે અંગે ઠાકોરજીની માફી માંગી હતી. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જાહેરમાં ભગવાન શ્રીકૃષ્ણની માફી માંગી કોઇ હરિભક્ત તેમજ કૃષ્ણ ભક્તનાં હૃદયની લાગણી દુભાઇ હોય તો તેમની પણ ક્ષમાયાચના માગી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer