ભારત-નેપાળ પેટ્રો પાઈપલાઈનનું લોકાર્પણ

ભારત-નેપાળ પેટ્રો પાઈપલાઈનનું લોકાર્પણ
વીડિયોલિન્કથી બન્ને દેશના વડાપ્રધાનોએ લાઈન ખૂલ્લી મૂકી
પરિવહન ખર્ચ રૂ. બે અબજ બચવાની આશા
નવી દિલ્હી તા. 10: ભારત અને નેપાળે આજે  મોતીહારી-અમલેખગુંજ તેલ પાઈપલાઈનનુ લોકાર્પણ કર્યુ હતું: દક્ષિણ એશિયામાં સીમાની આરપાર પેટ્રોલિયમ પેદાશો માટેની આ સૌપ્રથમ કડી છે. આ પાઈપલાઈન લેન્ડલોક્ડ (ચોમેર જમીની વિસ્તાર ધરાવતા) નેપાળને તેની ઉર્જાની માગને પહોંચી વળવામાં અને ઈંધણના પરિવહનનું ખર્ચ ઘટાડવામાં મદદરૂપ થશે. પીએમ નરેન્દ્ર મોદી અને તેમના નેપાળી સમકક્ષ કેપી શર્મા ઓલીએ વાયા વીડિયો લિન્ક આ પાઈપલાઈન સંયુકતપણે ખૂલ્લી મૂકી હતી.
નેપાળમાંના સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રથમ તબકકામાં બિહારના મોતીહારી શહેરમાંથી ડિઝલ સપ્લાય કરવા 60 કિમી લાંબી આ પાઈપલાઈનનો ઉપયોગ કરાશે. સીમાની તેઓ તરફથી બાજુએ પાઈપલાઈનને સલામતી પૂરી પાડવા નેપાળ આર્મીએ જરૂરી તજવીજ કરી છે. હાલ પેટ્રોલિયમ પેદાશો ભારતથી નેપાળ ટ્રકો વાટે મોકલવામાં આવી રહ્યું છે, આ વ્યવસ્થા ’73ની સાલથી અમલી છે.
ભારત-નેપાળ ઉર્જા સહકાર પ્રોજેકટ આપણા ગાઢ દ્વિપક્ષી સંબંધોનું પ્રતીક છે.
નેપાળ ઓઈલ કોર્પોરેશન (એનઓસી) પેટ્રોલિયમ પેદાશોના ફ્રેઈટમાં વર્ષે રૂ. બે અબજ બચાવી શકવાની આશા રાખે છે. તેમ જ પેટ્રોલિયમ પેદાશોનું લીકેજ ઘટવા થકી પણ લાખો રૂપિયાની બચત થવાની ધારણા છે.
આ પાઈપલાઈન પ્રોજેકટ સૌપ્રથમ 1996માં સૂચવાયો હતો. જો કે પીએઁમ નરેન્દ્ર મોદીની કાઠમંડુની મુલાકાત દરમિયાન તેને અંતિમ ઓપ આપી શકાયો. તે અમલી બનાવવા ઓગસ્ટ ’1પમાં સમજુતી પર સહીસિકકા થયા હતા,પરંતુ નેપાળમાં ’1પમાં થયેલા ભૂકંપના કારણે તથા દક્ષિણીય સરહદે સપ્લાય બાધાના કારણે તેના બાંધકામમાં વિલંબ થયો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer