‘ધ સ્કાય ઇઝ પિન્ક’ રોમાન્સ, ઇમોશન્સ અને ફેમિલી ડ્રામા

‘ધ સ્કાય ઇઝ પિન્ક’ રોમાન્સ, ઇમોશન્સ અને ફેમિલી ડ્રામા
પ્રિયંકા ચોપરા અને ફરહાન અખ્તરની ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિંક’નું ટ્રેલર રિલીઝ થયું છે. સોનાલી બોઝના ડિરેકશનમાં બનેલી આ ફિલ્મથી પ્રિયંકા ચોપરા ત્રણ વર્ષ બાદ બોલિવૂડમાં કમબેક કરી રહી છે. ફિલ્મમાં દંગલ ગર્લ ઝાયરા વસીમ, રોહિત શરફ પણ મહત્વના રોલમાં છે. આ ફિલ્મ 11 ઓકટોબરે રિલીઝ
થવાની છે.
ટ્રેલરમાં રોમાન્સ, ઇમોશન્સ તથા ફેમિલી પ્રેમને બતાવવામાં આવ્યો છે. આ ફિલ્મ મોટિવેશનલ સ્પીકર આયશા ચૌધરીના જીવન પર આધારિત છે. જે પલ્મોનરી ફાઇબ્રોસિસથી પીડિત હતી. પ્રિયંકા ફિલ્મમાં અદિતી ચૌધરી તથા ફરહાન અખ્તર, નિરેન ચૌધરીના પાત્રમાં છે. બન્ને પતિ-પત્ની છે અને તેમની પુત્રીના રોલમાં ઝાયરા છે. ટ્રેલરની શરૂઆત ઝાયરા વસીમના અવાજથી થાય છે, જે પોતાના પેરેન્ટસની ટ્રેજિક લવ સ્ટોરી અંગે વાત કરે છે. બન્નેની લવ લાઇફમાં યુ ટર્ન ત્યારે આવે છે, જ્યારે તેમની દીકરીનો જન્મ થાય છે. ઝાયરાને ગંભીર બીમારી છે, દીકરીને બચાવવા માટે પ્રિયંકા-ફરહાન ઘણી જ મહેનત કરે છે. ફિલ્મ એક રોલર કોસ્ટર રાઇડ છે, જેમાં ફેમિલી લવ તથા ઇમોશન્સ છે. આયશા ચૌધરી એક યુવા લેખક તથા મોટિવેશનલ સ્પીકર હતી. તેણે ‘માય લિટલ એપિફનીઝ’ પુસ્તક લખ્યું હતું, જે તેના નિધનના એક દિવસ પહેલાં જ પ્રકાશિત થયું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer