એથ્લેટિક્સ વર્લ્ડ કપમાં દુતી ચંદ ભારતીય ટીમની બહાર

એથ્લેટિક્સ વર્લ્ડ કપમાં દુતી ચંદ ભારતીય ટીમની બહાર
હિમા દાસ ફકત રીલે ટીમમાં
નવી દિલ્હી, તા.10: ભારતીય એથ્લેટ ફેડરેશને આજે દોહામાં 27 સપ્ટેમ્બરથી 6 ઓકટોબર દરમિયાન રમાનાર વર્લ્ડ એથ્લેટિકસ ચેમ્પિયનશિપ માટેની 2પ ખેલાડીની ભારતીય ટીમ જાહેર કરી છે. જેમાં સ્ટાર મહિલા દોડ ખેલાડી દુતી ચંદને જગ્યા મળી નથી. જ્યારે યુવા એથ્લેટ હિમા દાસને ફકત રિલે રેસની ટીમમાં જગ્યા મળી છે. દુતી ચંદ વર્લ્ડ કપ માટે કવોલીફાઇ થઇ નથી. જ્યારે હિમા દાસ પણ તેની પસંદની 200 અને 400 મીટર માટે કવોલીફાઇ થઇ શકી નથી. તેનો સમાવેશ 400 મીટરની મહિલા અને મિકસ રીલે ટીમમાં થયો છે. એથ્લેટિકસ વર્લ્ડ કપમાં ભારતને આ વખતે જિનસન જોનસન પાસેથી ચંદ્રકની વધુ આશા છે. તે 1પ00 મીટરની રેસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.  ભારતીય ટીમ: પુરુષ વિભાગ: જાબિર એમપી, જિનસન જોનસન, અવિનાશ સાલ્વે, કેટી ઇરફાન, દેવેન્દ્રસિંહ, ગોપી ટી., શ્રીશંકર, તજીન્દરપાલ સિંઘ, શિવપાલ સિંઘ, મોહમ્મદ અનસ, નિર્મલ, એલેકસ એન્ટોની, અમોજ જેકેબ, કેએસ જીવન, ઘરુણ અય્યાસામી, હર્ષકુમાર.
મહિલા વિભાગ: પીયૂ ચિત્રે, અનુરાની, હિમા દાસ, વિસ્મય વીકે, પૂવમ્મા, જિસ્ના મેથ્યૂ, રેવતી, સુભા વેંકટમ, વિદ્યા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer