ટેસ્ટ ઓપનર તરીકે રોહિત શર્મા પર વિચાર: પ્રસાદ

ટેસ્ટ ઓપનર તરીકે રોહિત શર્મા પર વિચાર: પ્રસાદ
કુલદિપ-ચહલ ઝ-20 વર્લ્ડ કપ યોજનાના હિસ્સા એટલે વિશ્રામ અપાયો
નવી દિલ્હી, તા.10: બીસીસીઆઇની પસંદગી સમિતિના અધ્યક્ષ એમએસકે પ્રસાદે સંકેત આપ્યો છે કે રોહિત શર્મા ટીમ ઇન્ડિયાની  ટેસ્ટ ઇલેવનમાં ઓપનિંગ બેટસમેનની ભૂમિકા ભજવી શકે છે. જ્યારે લોકેશ રાહુલનું ફોર્મ ચિંતાનો વિષય છે.
ભારતીય એક દિવસીય અને ટી-20 ટીમના ઉપસુકાની રોહિત શર્મા પાછલા કેટલાક સમયથી શાનદાર ફોર્મ છે. આમ છતાં તેને વેસ્ટ ઇન્ડિઝ વિરૂધ્ધની બે ટેસ્ટની શ્રેણી મોકો મળ્યો ન હતો. ટેસ્ટ ટીમમાં રોહિત મધ્યક્રમમાં પસંદ થાય છે. વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસમાં અંજિકયા રહાણે અને હનુમા વિહારીની મીડીલ ઓર્ડરમાં સફળતા બાદ મુખ્ય પસંદગીકારે હવે રોહિતની ટેસ્ટમાં ઓપનર તરીકે અજમાયશ કરવાનું મન બનાવી લીધું હોવાના રિપોર્ટ છે. રોહિત જે રીતે મર્યાદિત ઓવરોના ક્રિકેટમાં ઓપનર તરીકે સફળ રહયો છે. તે રીતે ટેસ્ટમાં પણ સફળ રહેશે તેવું પસંદગીકારોનું માનવું છે.
પ્રસાદે કહ્યંy કે વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ બાદ અમારી બેઠક મળી નથી. જ્યારે મળશે ત્યારે નિશ્ચિત રીતે આ મુદે (રોહિતને ઓપનર તરીકે અજમાવવો) ચર્ચા  અને વિચાર થશે.તેમણે કહયું લોકેશ રાહુલ ઘણો જ પ્રતિભાશાળી છે. બેશક તે ટેસ્ટ ક્રિકેટમાં હાલ મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહયો છે. નિશ્ચિત રીતે તેનું ફોર્મ ચિંતાનો વિષય છે. તેણે વિકેટ પર વધુ સમય પસાર કરવાની જરૂર છે. ફોર્મમાં વાપસી કરવી પડશે. વિન્ડિઝ પ્રવાસમાં રાહુલે 13, 6, 44 અને 38 રનની ઇનિંગ રમી હતી.
 કુલદિપ યાદવ અને યજુર્વેન્દ્ર ચહલ વિશે એમએસકે પ્રસાદે કહયું કે તે બન્ને આગામી ટી-20 વર્લ્ડ કપની યોજનાના હિસ્સા છે. આથી તેમને હાલ વિશ્રામ અપાયો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer