શ્રાવણ માસના ત્રીજા સોમવારે શિવજીને શણગાર !

શ્રાવણ માસના ત્રીજા સોમવારે શિવજીને શણગાર !
પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારને લઈને શહેરના શિવમંદિરોમાં દેવાધિદેવ મહાદેવને અદ્ભુત અને નયનરમ્ય શણગાર કરવામાં આવ્યાં હતાં જેના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું. ઘંટેશ્વર નજીક આસ્થા સોસાયટીમાં બિરાજમાન નિલકંઠ મહાદેવને રૂ.50, 100, 200, 500 અને રૂ.2000ની મળી કુલ રૂ.1.75 લાખની ચલણી નોટોનો શણગાર કરવામાં આવ્યો હતો જ્યારે રામનગર સ્થિત રામમંદિર અર્ધનારેશ્વરના દર્શનથી શિવભક્તોએ ધન્યતા અનુભવી હતી. ભક્તિનગર સર્કલ પાસે ધારેશ્વર મહાદેવ મંદિરે શિવલીંગના શિર પાસે ચંદ્ર તેમજ બાજુમાં રૂદ્રયાનનું નિર્માણ કરાયું હતું. પંચવટી સોસાયટીમાં આવેલા ભક્તિધામમાં વિવિધ ફરસાણ વડે શિવજીને શણગારવામાં આવ્યાં હતાં. (નિશુ કાચા)

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer