મહાન સંગીતકાર ખૈયામનું નિધન

મહાન સંગીતકાર ખૈયામનું નિધન
હાર્ટ એટેક જીવલેણ બન્યો: 92 વર્ષે અંતિમ શ્વાસ લીધા
મુંબઈ તા.11: વિતેલા વર્ષોના દિગ્ગજ સંગીત નિર્દેશક-કમ્પોઝર ખૈયામ (92)નુ હૃદયરોગના હુમલાથી આજે નિધન થયું હતું. ફેફસામાં  ચેપ લાગવાથી ગઈ તા. 28મીએ તેમને અહીંની સુજોય હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.મોહમ્મદ ઝહુર ખૈયામ હાશ્મી તેમનું પૂરું નામ, પણ ખૈયામ નામથી જ સ્થાપિત અને પ્રચલિત રહ્યા. ઉમરાવજાન અને કભી કભીના ગીતોની તેમણે બનાવેલી ધૂનો માટે તેમને સૌથી વધુ યાદ કરવામાં આવે છે, એ બંદિશો એવરગ્રીન રહી છે.
ઈન આંખો કી મસ્તી (ઉમરાવજાન), દિખાયી દિયે યું (બાઝાર)આજા  રે(નૂરી) તેરે ચહેરે સે (કભી કભી) વ. ગીતો તેની બંદિશો થકી ખાસા લોકપ્રિય રહ્યા હતા.તેમને નેશનલ એવોર્ડ અને ફિલ્મફેર સહિતના એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
17ની વયથી લુધિયાણામાંથી સંગીતની કારકિર્દી શરૂ કરનાર ખૈયામને 61માં આવેલી ‘શોલા ઔર શબનમ’થી ખ્યાતિ મળવી શરૂ થઈ.  તેમના ગેરફિલ્મી ગીતો ય ચાહકોમાં ઠીક લોકપ્રિય રહ્યા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer