અજય દેવગનની સ્પોર્ટ્સ બાયોપિક ફિલ્મ : મેદાન

અજય દેવગનની સ્પોર્ટ્સ બાયોપિક ફિલ્મ : મેદાન
ઉપરાઉપરી બે કોમેડી ફિલ્મ ‘દે દે પ્યાર દે’ તથા ‘ટોટલ ધમાલ’ની સફળતા બાદ અજય દેવગન હવે ભારતીય ફૂટબોલ ખેલાડી સૈયદ અબ્દુલ રહીમની બાયોપિકમાં જોવા મળશે. આ બાયોપિકનું નામ ‘મેદાન’ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મને ‘બધાઇ હો’ ફેમ ડિરેક્ટર અમિત શર્મા ડિરેક્ટ કરશે. અમિત શર્મા તથા અજય દેવગન પહેલી જ વાર સાથે કામ કરશે. ફિલ્મનું શૂટિંગ આજથી શરૂ થયું છે.  આ ફિલ્મમાં અજય દેવગનની સાથે નેશનલ એવોર્ડ વિનર હીરોઇન કીર્તિ સુરેશ છે. આ ફિલ્મને બોની કપૂર, આકાશ ચાવલા તથા અરૂનવા જોય સેનગુપ્તા પ્રોડયુસ કરશે. ફિલ્મનું શૂટિંગ દિલ્હી, લખનૌ, કોલકતા તથા મુંબઈમાં અને વિદેશમાં થશે. સૈયદ અબ્દુલ રહીમ ઇન્ડિયન ફૂટબોલના પિતામહ કહેવાય છે. તેમના સમયને ઇન્ડિયન ફૂટબોલનો ગોલ્ડન સમય પણ કહેવામાં આવે છે. અજય દેવગન પહેલી જ વાર આ ફિલ્મમાં 60 વર્ષના વૃદ્ધની ભૂમિકામાં જોવા મળશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer