ઉમેશ શુકલાની ફિલ્મ ‘નમૂને’માં અભિમન્યુ અને મૃણાલ ઠાકુર

ઉમેશ શુકલાની ફિલ્મ ‘નમૂને’માં અભિમન્યુ અને મૃણાલ ઠાકુર
‘ઓહ માય ગોડ’ અને ‘102 નોટ આઉટ જેવી હિટ ફિલ્મ આપનાર ગુજરાતી ડિરેકટર તેની આગામી ફિલ્મ  સિચ્યુએશનલ કોમેડી છે. જેનું નામ ‘નમૂને’ છે. આ ફિલ્મમાં ‘મર્દ કો દર્દ નહીં હોતા’થી ડેબ્યુ કરનાર અભિમન્યુ દસાણી અને ‘સુપર 30’ ફેમ એકટ્રેસ મૃણાલ ઠાકુર લીડ રોલમાં છે. ફિલ્મની સ્ટાર કાસ્ટમાં પરેશ રાવલ અને અર્શદ વારસી પણ સામેલ છે. સૂત્રોના જણાવ્યા મુજબ ‘નમૂને’ ફિલ્મનું શૂટિંગ આવતા મહિનાથી શરૂ થશે. ફિલ્મને ભારતમાં અને વિદેશમાં શૂટ કરશે. ‘નમૂને’ ફિલ્મને ‘સોની પિકચર્સ એન્ટરટેઇન્મેન્ટ’ પ્રોડયૂસ કરવાનું છે. અભિમન્યુ આ સિવાય ડિરેકટર સબ્બીર ખાનની ફિલ્મ ‘િનક્કમા’માં પણ જોવા મળવાનો છે. જ્યારે મૃણાલ ઠાકુર જ્હોન અબ્રાહમ સ્ટાર ફિલ્મ ‘બાટલા હાઉસ’માં જોવા મળી છે. અભિમન્યુ દાસાણી સલમાનની પ્રથમ હિરોઇન ભાગ્યશ્રીનો પુત્ર છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer